Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કરપ્શન : ભારતમાં આઝાદીથી લઈને અત્યાર સુધીમાં લાંચના ૪૫૦ અરબ ડોલરનું નુકશાન

હાલ-એ-ભ્રષ્ટાચાર : રાજસ્થાન સૌથી આગળ, બિહાર બીજા અને યૂપી ત્રીજા સ્થાને

નવી દિલ્હી : દેશમાં જે પ્રકારે લાંચ લેતા અધિકારી-કર્મચારી અને નેતાઓ એન્ટી કરપ્શન બ્યૂરોના શિકંજામાં ફંસાયેલા રહ્યા છે. તેનાથી લાગે છે કે, ભ્રષ્ટાચાર ચરમ પર છે. ભ્રષ્ટ દેશોની સૂચીમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.દર બીજો વ્યકિત લાંચ આપવાની વાત માને છે. ટ્રૈસ રિશ્વત જોખમ મૈટ્રિકસ ૨૦૨૧ના તાજેત્તરના રિપોર્ટમાં ભારત ૮૨માં સ્થાન પર પહોંચી ગયું છે. ૨૦૨૦માં ૭૭માં સ્થાન પર હતું. રિપોર્ટ અનુસાર, ભારતમાં ૭૪ ્રુનું કહેવું છે કે, ગત ૩ વર્ષમાં રિશ્વત ખોરી વધી છે, જ્યારે દુનિયામાં આ વાત સ્વીકાર કરનારની સંખ્યા ૬૦% છે. ઈન્ડિયા કરપ્શન સર્વે અનુસાર, લાંચ મામલે રાજસ્થાન સૌથી આગળ છે. વોશિંગ્ટનની સંસ્થા ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈંટિગ્રિટી અનુસાર, ભારતમાં આઝાદીથી લઈને અત્યાર સુધીમાં લાંચના ૪૫૦ અરબ ડોલરનું નુકશાન કર્યું છે. ગત વર્ષ ભારતમાં કામ કરાવવા માટે ૫૪% લોકોએ લાંચ આપી, જ્યારે સમગ્ર વિશ્વના ચોથા ભાગની આબાદી લાંચ આપવા  માટે મજબૂર છે. ભારતમાં ૩૯ % લોકોએ કહ્યું કે, તેમને સરકારી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે લાંચ આપવી પડી હતી.

આ એશિયામાં સૌથી ઉંચો લાંચનો દર છે. નેપાલમાં આ દર ૧૨%, બાંગ્લાદેશમાં આ દર ૨૪%, ચીનમાં આ દર ૨૮ %, અને જાપાનમાં ૨% જોવા મળે છે. લોકોનું માનવું છે કે, પોલીસ, કોર્ટ, હોસ્પિટલ, ઓળખપત્ર, વિજળી અને  પાણી જેવી સેવાઓ વગર લાંચે મળશે નહીં. કામના બદલામાં ૪૨% લોકોએ પોલીસને લાંચ આપી.

નોટ લઈને આપ્યો વોટ, ભારત ચોથા સ્થાન પર

એશિયામાં મોટા પ્રમાણમાં લાંચ લઈને વોટ આપવાની વાત પણ લોકોએ માની છે. ૧૮%ના દર સાથે ભારત તેમાં  ચોથા નંબર પર છે. સૌથી ઉપર થાઈલેન્ડ અને  ફિલીપાઈન્સ ૨૮% દર સાથે છે. ત્યાં જ ૨૬% દર સાથે ઈન્ડોનેશિયા ત્રીજા નંબર પર છે. ભારતમાં ૫૧% લોકોએ કહ્યું કે, તેમણે સરકાર પર ઓછો વિશ્વાસ છે અથવા તો બિલકુલ વિશ્વાસ નથી. જ્યારે જાપાનમાં એવું ૫૬% લોકોએ કહ્યું.

(2:58 pm IST)