Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

૨૪ કલાકમાં ૮૩૦૬ નવા કેસ નોંધાયા : ૨૨૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

ઓમિક્રોનના ફફડાટ વચ્ચે આવ્યા રાહતના સમાચાર :દેશમાં એકિટવ કેસ ઘટીને ૫૫૨ દિવસના નીચલા સ્તરે પહોંચ્યા

નવી દિલ્હી તા. ૬ : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૫૯માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જયારે સળંગ ૧૬૧માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૦૬ નવા કેસ નોંધાયા છે અને  ૨૨૧  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૮૩૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા ૫૫૨ દિવસના નીચલા સ્તર ૯૮,૪૧૬ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૧૦૮ કેસ નોંધાયા છે અને ૩૧૫ સંક્રમિતોના મોત થયા છે. બિહારમાં ૨૪૨૬ લોકોના કોરોનાથી મોત થયા છે.

રવિવારે ૮૮૯૫ કેસ અને ૨૭૯૬ સંક્રમિતોના મોત નોંધાયા હતા. શનિવારે ૮૬૦૩ કેસની સામે ૪૧૫ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે ૯૨૧૬ નવા કેસ નોંધાયા હતા અને ૩૯૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરૂવારે ૯૪૬૫ કેસ અને ૪૭૭ સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે ૮૯૫૪ કેસ નોંધાયા હતા અને ૨૬૭ સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર ૬૯૯૦ કેસ નોંધાયા હતા અને ૧૯૦ લોકોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. 

દેશમાં અત્યાર સુધીમાં ૧૨૭,૯૩,૦૯, ૬૬૯ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૨૪,૫૫,૯૧૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૮,૮૬, ૨૬૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં અત્યાર સુધીમાં ૩ કરોડ ૪૬ લાખ ૫૦ હજાર ૬૯૨ કુલ કેસ નોંધાયા છે. ૩ કરોડ ૪૦ લાખ ૬૯ હજાર ૬૦૮ દર્દીઓ કેસ ડિસ્ચાર્જ થયા.  હાલ ૯૮ હજાર ૧૪૬ એકિટવ કેસ છે.  ૪ લાખ ૭૩ હજાર ૫૩૭ કુલ મૃત્યુઆંક થયો છે.

તેલંગાણાના કરિમનગરમાં આનંદરાવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ૪૩ વિદ્યાર્થી કોરોના સંક્રમિક થયા હોવાનું કરિમનગરના ડિસ્ટ્રિકટ મેડિકલ હેલ્થ ઓફિસરે જણાવ્યું છે.

(11:34 am IST)