Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

૪૫ વર્ષની સાસુએ પોતાના ૨૭ વર્ષના જમાઇ પર લગાવ્યો રેપનો આરોપ

થાણેમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે : જમાઇ પહેલેથી જ સાસુને એક તરફી પ્રેમ કરતો હતો, બાદમાં દીકરી સાથે લગ્ન કર્યા

થાણે,તા. ૬: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સાસુ અને જમાઈના સંબંધને કલંકિત કરતી દ્યટના સામે આવી છે. ૪૫ વર્ષની સાસુએ પોતાના ૨૭ વર્ષીય જમાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાસુએ ફરિયાદ નોંધાવી હોવાની સૂચના મળતા જ આરોપી જમાઈ ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસની ટીમ આરોપીને શોધી રહી છે.

આ ઘટના થાણે જિલ્લાના ઉલ્હાસનગરની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પીડિતા હિલલાઈન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં રહે છે. જયારે આરોપી જમાઈ પણ ઉલ્હાસનગરમાં જ રહે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી જમાઈ લગ્ન પહેલાં જ પોતાની પત્નીની માતા એટલે કે પોતાની સાસુને એક તરફી પ્રેમ કરતો હતો. જો કે, શરમના કારણે તે પોતાની સાસુ સાથે લગ્ન કરી શકતો નહોતો. એટલે તેણે પીડિતાની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરી હતી. ૨૦૧૮માં બંનેના લગ્ન થયા હતા. આ દરમિયાન એવી ઘટના થઈ કે સાસુએ પોતાના જમાઈ વિરૂદ્ઘ જ રેપની ફરિયાદ નોંધાવી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના પ્રેમ સંબંધની લાગી રહી છે. તો પીડિતાની ફરિયાદના આધારે ઉલ્હાસનગર પોલીસે આરોપી વિરૂદ્ઘ આઈપીસીની કલમ ૩૭૬, ૫૦૬ હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ આરોપી ફરાર છે. પરંતુ ટૂંક સમયમાં તેને ઝડપી પાડવામાં આવશે. આ દરમિયાન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, આરોપી જમાઈની ધરપકડ બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે.

થોડા સમય પહેલાં મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં ખૈરાની રોડ પર એક ૩૨ વર્ષીય મહિલાની સાથે પહેલાં રેપ કરવામાં આવ્યો હતો. રેપ બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની પાઈપ નાખી દીધી હતી. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ ઘટનાએ દિલ્હીની નિર્ભયા કેસની યાદ તાજી કરાવી દીધી હતી. આ દ્યટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ દ્યટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

(10:08 am IST)