Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અદ્રશ્ય શકિત મારૂ ટિફીન ખાઇ જાય છે

પોલીસમાં થઇ વિચિત્ર ફરિયાદ

ભોપાલ, તા.૬: મધ્યપ્રદેશના બેતૂલમાં પોલીસની સામે અનોખા અને

આશ્ચર્યજનક કેસ આવ્યો છે. આ કેસમાં એક મહિલા સબ- એન્જિનિયરે ફરિયાદ કરી છે કે તેને કોઈ 'અદ્રશ્ય શકિત' પરેશાન કરી રહી છે. આ મામલાને લઈને પોલીસનું કહેવું છે કે મહિલાને કોઈ વ્હેમ છે, એટલે તેમને સમજાવવામાં આવી રહ્યા છે. બેતૂલમાં વડાપ્રધાન માર્ગ યોજના યુનિટ-૧માં નોકરી કરતી સબ- એન્જિનિયર શ્રુતિ ઝાડે ટિકારી વિસ્તારમાં રહે છે. આ મહિલા ઈજનેરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે કોઈ અદ્રશ્ય શકિત મારા ટિફિનનમાં રાખવામાં આવેલું શાક આરોગી લે છે. મારા ઘરેણાં વજનદાર હતા, આ શકિતએ ઘરેણાં હલકા કરી નાખ્યા છે. મારા રુપિયા અને કપડાંની ચોરી પણ કોઈ અદ્રશ્ય શકિત કરે છે. ત્રણ-ચાર દિવસથી મારી સાથે આવું થઈ રહ્યું છે. કોઈ અજ્ઞાત વ્યકિત છે, જે દેખાઈ રહ્યો નથી. આ અદ્રશ્ય વ્યકિતના પગ દેખાયા અને તેણે સફેદ કપડાં પહેર્યા હતા. અહીંયા નોંધવું રહ્યું કે આ વિચિત્ર ફરિયાદ બેતૂલ પોલીસ સ્ટેશનમાં થઈ છે. પોલીસ માટે પરેશાની એ બાબતની છે કે ફરિયાદ કરનાર ભકિત કોઈ સામાન્ય વ્યકિત નથી, પરંતુ એક જુનિયર મહિલા એન્જિનિયર છે. જોકે, પોલીસનું માનવું છે કે, આવું કશુંય નથી, આ ફકત તેમની વહેમ છે. વહેમના કારણે ભકિત એવું દેખવા માંડે છે, જેવું વિચારે છે.

(10:05 am IST)