Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જીન ટ્રેન્ડ હિલને અજાણ્યા લોકોના અંતિમ સંસ્કારમાં જવાનો અજીબોગરીબ શોખ :150થી વધુ અંતિમ સંસ્કારમાં પહોંચી છે

લંડનના ઇઝલિંગ્ટનમાં રહેતી 55 વર્ષની જીન ટ્રેન્ડ હિલ એક એક્ટ્રેસ,અને આર્ટિસ્ટ છે તેણીને ફોટોગ્રાફી કરવાનો પણ શોખ છે.

ઇંગ્લેન્ડમાં એક મહિલા એવી છે જેને અંતિમ સંસ્કારમાં જવું ગમે છે!લંડનના ઇઝલિંગ્ટનમાં રહેતી 55 વર્ષની જીન ટ્રેન્ડ હિલ એક એક્ટ્રેસ છે, આર્ટિસ્ટ છે અને તેમને ફોટોગ્રાફી કરવાનો શોખ છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેઓ વધુ એક અજીબોગરીબ શોખ ધરાવે છે જેને લીધે એ ચર્ચામાં રહે છે. વાત એમ છે કે, જીનને અજાણ્યા લોકોના અંતિમ સંસ્કારમાં જવું પસંદ છે. ધ સન વેબસાઈટની રિપોર્ટ મુજબ તે કેટલીક વખત તો એક મહિનામાં 4 લોકોને ત્યાં પહોંચી જાય છે.

જીનએ કહ્યું  જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેના પિતાનું 56 વર્ષની વયે લંગ ઈન્ફેક્શનથી મૃત્યુ થયું હતું. જીન સંપૂર્ણપણે ભાંગી પડી હતી. એટલું જ નહીં, 6 વર્ષ પછી તેની માતાનું પણ અવસાન થયું હતું. પિતાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કર્યા બાદ તેણે પોતે જ માતાના અંતિમ સંસ્કારની તૈયારી કરી હતી. ત્યારથી પરિવારના સભ્યો તેને અંતિમ સંસ્કાર અરેન્જ કરવા માટે બોલાવે છે. આ દરમ્યાન તે પરિવારના સભ્યોના મૃત્યુથી એટલી દુઃખી થઈ ગઈ કે તેણે કબ્રસ્તાનમાં જ વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું.
ધીમે-ધીમે મહિલા કબ્રસ્તાનમાં જઈને લોકોના સ્કેચ બનાવવા લાગી અને ત્યાં ફોટા પાડવા લાગી. રિપોર્ટ અનુસાર છેલ્લા 10 વર્ષમાં મહિલા 150થી વધુ અજાણ્યા લોકોના અંતિમ સંસ્કારમાં હાજર રહી છે. તેણે કહ્યું કે જ્યારે તે કબ્રસ્તાનમાં જાય છે ત્યારે તે પોતાને માતા-પિતાની નજીક અનુભવે છે. તેણે એ પણ કહ્યું કે તે ખૂબ જ ધાર્મિક છે અને તેને લાગે છે કે મૃત્યુ પછી પણ એક બીજી દુનિયા છે જ્યાં લોકો રહે છે. હવે તે કબ્રસ્તાનની દેખરેખનું કામ પણ કરે છે. તેણે અનેક જૂના લોકોની કબરોમાંથી ચોરાયેલા પથ્થરો ફરી લગાવવાનું કામ પણ કર્યું છે.

(12:00 am IST)