Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જેલમાં બંધ દુષ્કર્મના આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરને આપી જન્મદિનની શુભેચ્છા

આરોપીઓની તરફેણમાં કાયદો ઘડનારા ઉભા રહી જશે, તો પછી ગુનેગારો સામે લડવાની હિંમત કોણ આપશે?: પ્રિયંકા ગાંધી

 

નવી દિલ્હી : ઉન્નાવમાં જે દિવસે દુષ્કર્મની પીડિત યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી, તે દિવસે ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજ જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા હતા, જે એક દુષ્કર્મનાં કેસનો આરોપી છે. ટ્વિટર પર સેંગરને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવ્યા બાદ સાક્ષી મહારાજ લોકોનાં નિશાના પર આવ્યા છે. પહેલા સાક્ષી મહારાજ લોકસભાની ચૂંટણી 2019 માં ઉન્નાવ સંસદીય બેઠક જીત્યા બાદ આરોપી કુલદીપસિંહ સેંગરને મળવા જેલમાં ગયા હતા.

 સાક્ષી મહારાજે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, સુદિનમ સુદિનમ જન્મદિનમ તવ, ભવતુ મંગલમ જન્મદિનમ. ચિરંજીવ કુરુ પુણ્યવર્ધનમ્, વિજયી ભવ સર્વત્ર સર્વદા, જગતિ ભવતુ તવ સુયશો ગાનમ્. કુલદીપસિંહ સેંગર ધારાસભ્યનાં બાંગરમાઉને જન્મદિવસની શુભેચ્છાઓ. પોતાના ટ્વીટ પર સાક્ષી મહારાજ વિરોધી પક્ષોનાં આક્રમણમાં આવી ગયા છે.

 કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'ભાજપનાં ધારાસભ્યો દુષ્કર્મનાં આરોપી ભાજપનાં નેતાને અભિનંદન સંદેશા મોકલી રહ્યા છે.' ગઈકાલે ઉન્નાવમાં એક દુષ્કર્મ પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આરોપીઓની તરફેણમાં કાયદો ઘડનારા ઉભા રહી જશે, તો પછી ગુનેગારો સામે લડવાની હિંમત કોણ આપશે?

(12:21 am IST)
  • સોમવારે રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ : પડતર પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહેસુલ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે : મહેસુલ સચિવે ઉધ્ધત વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ access_time 1:15 am IST

  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST

  • ફ્રાન્સમાં પેંશન સુધારણાના વિરોધમાં મહા હડતાલ : 90 ટકા રેલવે અને મેટ્રો સેવાઓ ઠપ્પ : પેરિસ આશિત અનેક શહેરોમાં લાખો કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન :હડતાળથી જનજીવન પર માઠી અસર ; અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ : પેરિસમાં 87 લોકોની અટકાયત access_time 1:19 am IST