Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ એન્‍કાઉન્‍ટરથી સમાજમાં એક સખત સંદેશ જશેઃ દિલ્લી મહિલા આયોગની અધ્‍યક્ષ સ્‍વાતિ માલિવાલની ટિપ્‍પણી

     દિલ્લી મહિલા આયોગની અધ્‍યક્ષ સ્‍વાતિ માલીવાલએ શુક્રવારના હૈદરાબાદની પશુ ચિકિત્‍સકના ગેંગ-રેપ હત્‍યાના આરોપીઓના એન્‍કાઉન્‍ટર પર કહ્યું આનાથી સમાજમાં એક સખ્‍ત સંદેશ જશે.

     પરંતુ હજુ પણ હજારો પીડિતા ન્‍યાયનો ઇન્‍તજાર કરી રહી છે. માલીવાલ ૬ મહિનાની અંદર બળાત્‍કારીઓને ફાંસી આપવાનો કાનૂન બનાવવાની માંગને લઇ આમરણ અનશન પર છે. માલિવાલએ કહ્યું હું ઇચ્‍છું છું કે આ દેશ એક સિસ્‍ટમથી ચાલે.

(10:24 pm IST)