Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સરકારી એન્જિનિયરના ઘરમાં ચોર ઘૂસ્યોઃ ખાલી હાથે નીકળતાં છોડી એક ચિઠ્ઠી, એવું લખ્યું કે પોલીસ પણ હસી પડી

ભોપાલ, તા.૬: મધ્ય પ્રદેશમાં એક સરકારી એન્જિનિયરના દ્યરે ચોરીનો પ્રયાસ થયો. ચોરે રાતભર તેમાં ચીજવસ્તુઓ ઉલટ છૂલટ કરી નાખી પણ કંઇ હાથ ના લાગતાં આખરે ખાલી હાથે નીકળવું પડ્યું. રાતભર મહેનત છતાં ચોરને કંઇ ન મળતાં તેણે એક ડાયરી ઉઠાવી ને એવું લખીને ગયો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે.

સરકારી નોકરી કરતા એક એન્જિનિયર પ્રવિણ સોની કામ માટે દ્યર છોડીને બહાર ગયા હતા. સવારે જયારે નોકર ઉઠ્યો તો તેને એક નોટ મળી જેમાં લખ્યું હતું કે બહુ જ કંજુસ છે રે તું. બારી તોડવાની મહેનત પણ ના મળી અને રાત ખરાબ થઈ ગઈ. પ્રવિણનું દ્યર જજ અને જોઈન્ટ કલેકટરની દ્યરની નજીક છે. પોલીસ પહોંચી ત્યારે પણ દ્યર અસ્તવ્યસ્ત હતું. કબાટ ખુલ્લું હતું અને સામાન છૂટો છવાયો પડ્યો હતો. ટેબલ પર એક ડાયરી પડી હતી. જેના પ્રથમ પેજ પર એક નોટ ચોટાડેલી હતી. પોલીસે આ ચોરી અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સીસીટીવી પણ ચેક કરી રહી છે. ચોરની આ હેન્ડરાઈટિંગ પણ એકસપર્ટેસને મોકલી આપવામાં આવી છે.

(4:04 pm IST)
  • સોમવારે રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ : પડતર પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહેસુલ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે : મહેસુલ સચિવે ઉધ્ધત વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ access_time 1:15 am IST

  • હૈદ્રાબાદના પોલીસ એન્કાઉન્ટર સામે મેનકા ગાંધીનો પ્રચંડ રોષઃ પૂર્વ કેબીનેટ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે જે કાંઈ થયુ છે તે દેશ માટે ખૂબ જ ભયાનક થયુ છેઃ તમે કાયદો તમારા હાથમાં લઈ શકો નહિં. કોર્ટે આરોપીઓને કોઈપણ ભોગે ફાંસીએ લટકાવ્યા હોત. કાયદાની જરૂરી પ્રક્રિયાઓ : પહેલા જો તમે એને ગોળીએ દેશો તો અદાલતો, કાનુન અને પોલીસની શું જરૂર રહેશે? access_time 12:55 pm IST

  • શેર બજારમાં મોટો કડાકો :૩૩૪.૪૪ પોઇન્ટ તૂટ્યા : આજે બપોરે શેર બજાર ૪૦૪૪૫.૧૫ એ બંધ થયું. નિફ્ટી પણ ૧૨૦૦૦ના આંકથી નીચે ચાલી ગઈ access_time 3:40 pm IST