Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સરકાર રાહત નહીં આપે તો વોડાફોન આઈડિયાના પાટિયા પડી જશેઃ બિરલા

દેશની ટેલિકોમ કંપનીઓ જંગી ખોટના ખાડામાં પડતા સરકાર પાસે રાહતની માગણી

નવી દિલ્હી, તા.૬: દેશની ટેલિકોમ કંપનીઓ ગળાકાપ સ્પર્ધાના દોરમાં જંગી ખોટ કરી રહી હોવાથી હવે ગ્રાહકો પર વધુ કોલ ચાર્જીસ લાદવાનું શરૂ કર્યું છે. વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ સહિના ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ખોટના ખાડામાં છે. વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે, જો કંપનીએ માંગેલી મદદ સરકાર નહીં આપે તો કંપનીના પાટિયા પડી જશે.

બિરલાના મતે સરકાર તરફથી રાહતના અભાવે કંપની ચલાવી શકય નહીં બને અને તેને બંધ કરી દેવી પડશે. તેમણે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. બિરલા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત નથી આપવામાં આવતી તો તેમનું જૂથ વોડાફોન આઈડિયામાં કોઈ રોકાણ નહીં કરશે. સારા નાણાં પણ ખરાબ નાણાંને અનુસરશે તેવું માનવામાં કોઈ તર્ક નથી. જો સરકાર તરફથી કંપનીને કોઈ રાહત નથી મળતી તો તેમણેે નાદારીનો વિકલ્પ અપનાવવો પડશે.

(4:03 pm IST)
  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • ફ્રાન્સમાં પેંશન સુધારણાના વિરોધમાં મહા હડતાલ : 90 ટકા રેલવે અને મેટ્રો સેવાઓ ઠપ્પ : પેરિસ આશિત અનેક શહેરોમાં લાખો કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન :હડતાળથી જનજીવન પર માઠી અસર ; અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ : પેરિસમાં 87 લોકોની અટકાયત access_time 1:19 am IST

  • સોમવારે સંસદમાં નાગરિકતા સંશોધન ખરડો રજૂ થશે :ભાજપે તમામ સભ્યોને હાજર રહેવા વહીપ આપ્યો: કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી ચુકી છે access_time 12:44 am IST