Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદઃ ડોકટરની લાશ સળગાવી હતી તે જ બ્રિજ નીચે ચારેય રાક્ષસો એન્કાઉન્ટરમાં ઠાર

હૈદરાબાદ પોલીસે જે કાર્યવાહી કરી તેની દેશભરમા પ્રશંસા થઈ રહી છે

હૈદરાબાદ, તા.૬: હૈદરાબાદમાં ડોકટર સાથે દુષ્કૃત્ય કરીને લાશને આગ ચાંપી દેવાના કિસ્સામાં ચાર આરોપીઓ ભાગવાની કોશિશ કરી જેમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. હૈદરાબાદ પોલીસ કમિશનર વી. સી સજ્જનારે આરોપીઓને ઠાર કરાયાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓએ કેસના રિક્રિકેશન દરમિયાન ભાગવાની કોશિશ કરી હતી જેમાં તેમને ઠાર કરાયા છે. જણાવી દઈએ કે પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં આરોપીઓ ઠાર કરાયા તે એ જ સ્થળ છે જયાં ધૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે દ્યટના સ્થળ પરથી ચારે આરોપીઓના મૃતદેહ હટાવી લીધા છે.

પોલીસ ચારે આરોપીઓને લઈને સીન રિકંસ્ટ્રકશન માટે પહોંચી હતી. પોલીસ દ્વારા સીન રિકંસ્ટ્રકશનની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. નોંધનીય છે કે તપાસની કાર્યવાહીમાં સીન રિકંસ્ટ્રકશનની તપાસ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.

હૈદરાબાદ પોલીસે કરેલી સંપૂર્ણ કાર્યવાહી બાદ પૂર્વ ડીજીપી વિક્રમસિંહે યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં પોલીસ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. એક ટીવી ચેનલ સાથે વાત કરીને તેમણે હૈદરાબાદ પોલીસને શુભેચ્છા પાઠવી છે.હૈદરાબાદ પોલીસે જે કાર્યવાહી કરી તેની દેશભરમા પ્રશંસા થઈ રહી છે. દિલ્હી નિર્ભયા કેસની માતા એ પણ પોલીસને કરેલી કાર્યવાહીની પ્રશંસા કરી છે. આ દ્યટના બાદ દેશભરમાં આરોપીઓને કડકમાં કડક સજા મળે અને જલદી ન્યાય સામે આવે તેવી માંગ ઉઠી રહી હતી.

હૈદરાબાદને ધ્રુજાવી દેનારી ઘટના ૨૭મી નવેમ્બરની રાત્રે બની હતી.

(3:55 pm IST)