Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ ગેંગરેપ પોલીસનો દાવો- આરોપીઓએ બંદૂક છીનવીને ફાયરિંગ કર્યુ હતું: સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટર કરવું પડયું

સમગ્ર ઘટના ત્રણ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે થઈ

નવી દિલ્હી, તા.૬: તેલંગાનાના પાટનગર હૈદરાબાદ માં મહિલા વેટનરી ડાઙ્ખકટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને શબ સળગાવી દેવાના મામલાના ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે એવું તો શું થયું કે પોલીસને તમામ આરોપીઓ ઉપર ગોળી ચલાવવી પડી. આ સવાલનો જવાબ શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ આપ્યો છે.

શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું કે, સાઇબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઇમ સીન રિ-ક્રિએટ કરવા માટે લાવી હતી, જેથી દ્યટના સાથે જોડાયલી કડીઓને જોડી શકાય. આ દરમિયાન આરોપીઓએ પોલીસથી હથિયાર છીનવી લીધું અને પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું. પોલીસે આત્મરક્ષામાં ગોળી ચલાવી જેમાં આરોપીઓના મોત થઈ ગયા.

આ પહેલા સાઇબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે જણાવ્યું કે, આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નાકેશાવુલૂ શાદનગરથી ચટનપલ્લીમાં પોલીસ એન્કાઉન્ટરમાં શુક્રવાર સવારે માર્યા ગયા. તેઓએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના ત્રણ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે થઈ. મળતી માહિતી મુજબ ચારેય આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પોલીસ શુક્રવારની સવારે આરોપીઓને તે જ ફ્લાઇઓવરની નીચે લઈ ગઈ જયાં આ લોકોએ પીડિતાની ગેંગરેપ બાદ હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આ તમામે ડાઙ્ખકટરને સળગાવી દીધી હતી.પોલીસે જણાવ્યું કે, તેઓ ક્રાઇમ સીન રિ-ક્રિએટ કરવા માંગતા હતા, જેનાથી આ દ્યટના સાથે જોડાયેલી દરેક જાણકારી મળી શકે. આરોપીઓને જયારે દ્યટનાસ્થળે લઈ જવાયા તો તેઓએ પોલીસની બંદૂક છીનવી લીધી અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું. ત્યારબાદ પોલીસને પણ ફાયરિંગ કરવું પડ્યું. બંને તરફથી થયેલા ફાયરિંગમાં ચારેય આરોપીઓના મોત થયા.

(3:47 pm IST)