Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ એન્કાઉન્ટર સામે કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખરજીએ સવાલ ઉઠાવી તપાસની માંગણી કરી

એક સાથે ચારેય આરોપીઓને મારી નાખવા એકસ્ટ્રીમ કન્ડિશન છે

નવી દિલ્હી,તા.૬: તેલંગાણા પોલીસે આજે હૈદરાબાદ ગેંગ રેપના ચાર આરોપીઓનું અન્કાઉન્ટર કરીને ઠાર માર્યા હતા. આ ચારેય આરોપીઓ પોલીસ કસ્ટંડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા શતા ત્યારે તેમનું એન્કાન્ટર કરાયું હતું.

આ એન્કાઉન્ટર પર જયારે સમગ્ર દેશમાં ખુશી મનાવવામાં આવી રહી છે - અને પોલીસની ચોમેરની પ્રશંસા થઈ રહી છે ત્યારે પૂવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી અને કોગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખરજીએ આ એન્કાઉન્ટર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને તપાસની માગણી કરી છે. શર્મિદા મુખરજીએ જણાવ્યું હતું કે શું પોલીસે પબ્લિકનાં દભાણ હેઠળ તો એન્કાઉન્ટર કયું નથી ને? આખરે એવી તો કઈ નોબત આવી ગઇ હતી કે કાયદાના રક્ષકોએ કાયદો હાથમાં લેવો પડયો? શકય છે કે ચારેય આરોપીઓને ખરેખર ભાગવાની કોશિશ કરી હોય, પરંતુ એક સાથે ચારેય આરોપીઓને મારી નાખવા એ એકસ્ટ્રીમ કન્ડિશન છે, આ એન્કાઉન્ટરની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ દ્વારા એન્કાઉન્ટરમાં તપાસની માગણી થઇ રહી છે તો બીજી બાજુ પોલીસની આ કાર્યવાહીની દેશભરમાં પ્રશંસા થઇ રહી છે. બસપાના સુપ્રીમો માયાવતીએ હેદરાબાદ એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યું હતું અને જણાવ્યું હતું ક યુપી પોલીસ તલંગાણા પોલીસ પાસેથી શીખવાની જરૂર છે.

કુમાર વિશ્વાસે પણ સવાલ કર્યા

કવિ કુમાર વિશ્વાસે એક ટ્વિટમાં જણાવ્યું છે કે આ દ્યટના પર દેશના સામાન્ય નાગરિકોમાં પ્રસન્નતા, ન્યાયિક વ્યવસ્થા અને રાજકીય સંકલ્પ શકિત  અવિશ્વાસની દુઃખદ માહિતી પણ છે. લોકતંત્ર તરીકે આપણે સૌએ આ વ્યવસ્થાનાં આમૂલ પરિવર્તન અંગે વિચારવું જોઇએ.

(3:46 pm IST)