Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સેમસંગે લોન્ચ કર્યું ૧૨ કરોડનું ટી.વી

૦.૫ પિકસેલ ટેકનોલોજી સાથે વિશ્વનું પ્રથમ માઇક્રો LED ડિસ્પો

નવી દિલ્હી,તા.૬: સેમસંગે માઇક્રો એલઇડી ડિસ્પલે ધ વોલની લાંબી રેન્જ રજુ કરી છે ધ વોલ સ્ક્રીન સાઇઝની ટીવી લોન્ચ કરી છે. સીરીઝની પ્રથમ ટીવી ૧૪૬ ઇંચની છે કે જે ૪ કે હાઇ નોટિફિકેશન વાળી હશે. બીજી બાજુ ટીવી ૬ કે હાઇ નોટિફિકેશન વાળી ૨૧૯ ઇંચની હશે. ત્રીજી ટીવી ૨૯૨ ઇંચની ૮ કે હાઇ નોટિફિેકેશન વાળી હશે. વોલ સીરીઝના ટીવી ૦.૮ પિકસેલ પિચ ટેકનોલોજીની સાથે આવે છે.

ડિસ્પ્લે ડેપ્થ ૩૦ એમએમગથી ઓછી છે.આ દરેક ટીવી એઆઇ પિકચર ઇનહેન્સમેન્ટ હાઇ બ્રાઇટનેસ અને હાઇ કોન્ટ્રાસ્ટની સાથે આવે છે. વોલ માઇક્રો એલઇડી ડિસ્પ્લે એઆઇ અપસ્ક્રેલિંગ કવાન્ટમ એચડીઆર ટેકનોલોજી સાથે આવે છે. જેના વધુ પડતા બ્રાઇટનેસ ૨૦૦૦ નિટસ અને ૧૨૦ Hz વિડિયોરેટ છે. વોલ સીરીઝના ટીવીની કિંમત ૩.૫ કરોડ રૂપિયાની માંડીને ૧૨ કરોડ રૂપિયા છે. તેની વેચાણ આજે ૫ ડિસેમ્બરથી જ શરૂ થશે.

સેમસંગના કન્ઝયુમર ઇલેકટ્રોનિકસના જણાવ્યા મુજબ વર્ષે ૨૦૨૦ માટે ૨૫ થી ૩૦ યુનિટ વેચાણનું લક્ષય નક્કી કરવામાં આવી છે. આવતા વર્ષે ૨૦૨૧માં આ લક્ષ્ય ૧૦૦ યુનિટની છે આ પ્રકાર કંપનીએ વર્ષે ૨૦૨૨ સુધી કુલ ૨૦૦ યુનિટ વેચાણનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે.

સેમસંગની આ માઈક્રો LED ડિસ્પ્લે 'ધ વોલ' કવોન્ટમ પ્રોસેર Flexદ્મક સજ્જ છે. જે એક મશીન લર્નિંગ બેસ્ડ પિકચર કવોલિટી એન્જિન છે. આ માઈક્રોએલઈડી ડિસ્પ્લે AI અપ સ્કેલિંગ, કવોન્ટમ HDR ટેકનોલોજીને સપોર્ટ કરે છે અને પીક બ્રાઈટનેસ ૨૦૦૦ નિટ્સ છે. તે ૧૨૦Hz વીડિયો પ્લેબેકને પણ સપોર્ટ કરે છે અને તેના સેલ્ફ-લાઈટિંગ ઈમિટિંગ ડાયોડમાં ૧,૦૦,૦૦૦ કલાકનો લાઈફટાઈમ છે. માઈક્રો LED ડિસ્પ્લેનું એમ્બિઅંટ મોડ પેઈન્ટિંગ્સ, ફોટોગ્રાફ્સ અને વીડિયોથી કયૂરેટેડ આર્ટને ડિજિટલ ફ્રેમ સાથે ડિસ્પ્લે કરી શકે છે. ધ વોલને કયારે પણ ટર્ન ઓફ ન થાય તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. પરંતુ આ ઓનરની ઈન્ટીરિયર જરૂરિયાતો મુજબ ડિજિટલ કેનવાસમાં ફેરફાર કરી શકાય છે. ફિજિકલ HDMI ઈનપુટ દ્વારા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કનેકટ કરી શકાય છે.

(3:45 pm IST)