Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હવે સંસદની કેન્ટીનમાં નહિ મળે સસ્તુ ફુડઃ સબસીડી સમાપ્ત કરાઇ

વાર્ષિક રૂ.૧૭ કરોડની બચત થશે

નવી દિલ્હી, તા.૬: સંસદ ગૃહની પાંચે કેન્ટીનમાંની સબસિડી રદ કરવાનો નિર્ણય લેવાતા દેશના સાંસદોને પણ મોંદ્યવારી 'થોડી' નડશે.

સ્પીકર ઓમ બિરલાએ સંસદમાંની પાંચે કેન્ટીનની સબસિડી રદ કરવા રજૂ કરેલી દરખાસ્ત મોટા ભાગના સાંસદોએ આવકારી હતી. સંસદની કેન્ટીનમાંની સબસિડી રદ થતાં વાર્ષિક રૂપિયા ૧૭ કરોડની બચત થવાની આશા છે. સંસદની કેન્ટીનમાં રાહતદરે મળતા ભોજન, નાસ્તો, ચા, કાઙ્ખફીના ભાવ હવે લગભગ બમણા થઇ જવાની શકયતા છે. કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલાં જ સંસદની કેન્ટીનમાંની સબસિડી દ્યટાડી હતી.

સંસદની કેન્ટીનને હાલમાં જે રૂપિયા ૧૭ કરોડની સબસિડી મળતી હતી, તેમાંની રૂપિયા ૧૪ કરોડની સબસિડીનો લાભ સંસદના કર્મચારીઓ અને મુલાકાતીઓ લેતા હોવાનો અને બાકીની રૂપિયા ત્રણ કરોડની સબસિડીનો લાભ સાંસદોને મળતો હોવાનો અંદાજ છે. સંસદની કેન્ટીનમાં બિરયાની હાલમાં રૂપિયા ૫૬માં મળે છે, પરંતુ તેનો ભાવ હવે વધીને રૂપિયા ૧૧૨ થવાની ધારણા છે. સંસદ ગૃહમાંની પાંચ કેન્ટીન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોપોર્રેશન (આઇઆરસીટીસી) દ્વારા ચલાવાય છે.

કાંદા અને અન્ય ચીજોના ભાવમાં થયેલા વધારાની સરખામણીમાં સંસદની પાંચે કેન્ટીનમાં બહુ જ ઓછા દરે ખાવાનું મળતું હતું.

(3:34 pm IST)