Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

'સામોઓ'માં અછબડાનો હાહાકારઃ ૫૩ મોત

દેશની ૨ ટકા વસ્તીમાં અછબડાનો ચેપ : તમામ શાળાઓ અચોક્કસ મુદ્દત માટે બંધ

ઓરી-અછબડાનો વાઇરસ ઝડપભેર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે.  ત્યારે સામોઆના રાષ્ટ્રપતિએ જાહેર કર્યુ છે કે સરકાર પોતાના બધા કામ બંધ કરીને બે દિવસ માટે જાહેર રસીકરણની યોજના ના અમલમાં મદદ માટે લગી જશે.

 ૨૦૧૯ની શરૂઆતમાં સમોઆમાં ઓરી અછબડાનો એક પણ કેસ વિશ્વ આરોગ્ય સંસ્થામાં નહોતો નોંધાયો પણ આ નાના દેશમાં રસી મુકાવવાનુ પ્રમાણ બહુ ઓછુ હતુ. વિશ્વ આરોગ્ય સંસ્થાના રીપોર્ટ મુજબ ઓરી અછબડાના રસીમાં બે ડોઝ મુકાવવાના હોય છે. પણ સામાઓના ફકત ૩૧ ટકા બાળકોને બે માંથી એક જ ડોઝ અપાયો હતો. જેના કારણે સમોઆમાં ઓરી - અછબડાનો વાયરસ ઝડપભેર ફેલાયો હોત. સરકારના એક સ્ટેટમેન્ટ અનુસાર છેલ્લા ૨૦૦ દિવસોમાં ૩૭૨૮ લોકોને ઓરી અછબડા થયા હતા જે અહીની વસ્તીના લગભગ ૨ ટકા જેટલા છે. આમાથી ૫૩ લોકોના મરણ થયા હતા. ત્યારે સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી.

આ રોગચાળાને ઝડપભેર ફેલાતો રોકવા માટે દેશભરની શાળાઓ ૧૭ નવેમ્બરથી અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવાઇ છે. દેશમાં માસ વેકસીનેશન કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યુ છે. આ સામૂહિક રસીકરણ કાર્યક્રમ માટે રેડક્રોસે ૭૨૦૦૦ ડોલરની મદદ જાહેર કરી છે. પાણી અને વીજળી પુરવઠામાં કામ કરતા લોકો સિવાયના બધા સરકારી કર્મચારીઓને ૫ અને ૬ ડીસેમ્બરે રસીકરણના કામમાં મદદ માટે લગાવી દેવાયા છે. એક રિપોર્ટ અનુસાર ૫૮૦૦૦ સામોઅન લોકોને અત્યાર સુધીમાં રસી મુકાઇ ચુકી છે. (ટાઇમ હેલ્થમાંથી આભાર)

(3:34 pm IST)