Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

રાત્રે રચાશે ખગોળીય ઘટનાઃ ઉલ્કાપિંડ પૃથ્વી નજીકથી પસાર થશે

૯૭ મીટર મોટી ઉલ્કાપિંડ ૨૭ હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશેઃ કોઈ જોખમ નથી

નવીદિલ્હીઃ આવતીકાલે પૃથ્વીની નજીક એક ખાસ ખગોળીય ઘટના બનશે. આવતીકાલ એટલે કે ૭મી ડિસેમ્બરની રાત્રે આશરે ૨.૩૦ વાગે એક ઉલ્કાપિંડ પૃથ્વની નજીકથી આશરે ૧૬,૮૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપથી પસાર થશે. આ ઉલ્કા પિંડને ૨૦૧૯WR3 નામ આપવામાં આવ્યું છે.

આ ઉલ્કાપિંડ આશરે ૯૭ મીટર મોટી છે એટલે કે તે પાંચ બસો એક પાછળ એક રાખવામાં આવે એટલુ મોટુ કદ હશે. તે પૃથ્વીથી આશરે ૩.૩૮ મિલિયન માઇલ (આશરે ૫.૪૪ મિલિયન કિમી)ના અંતરે હશે. અલબત તે પૃથ્વીવાસીઓ માટે કોઈ રીતે જોખમી નથી. વૈજ્ઞાનિકોએ ૨૭મી નવેમ્બરના રોજ એસ્ટ્રેરોઇડ WR3 ની પ્રથમ વખત જાણ થઈ હતી. નાસાએ કહ્યું છે કે આ ઉલ્કાપિંડ સૌર મંડળમાં પ્રતિ કલાક ૧૬,૭૭૭ માઇલ (પ્રતિ કલાક ૨૭,૦૦૦ કિલોમીટર) ઝડપથી પસાર થશે. તે પૃથ્વી પાસેથી ૪૦,૦૭૫ કિમી ઝડપથી એટલે કે એક કલાક કરતા ઓછા સમયમાં પસાર થઈ જશે.આ ઉપરાંત આગામી ૨૦મી ડિસેમ્બરે અન્ય એક ઉલ્કાપિંડ કે જે ૨૧૬૨૫૮ (૨૦૦૬ WH1) પણ પૃથ્વીની નજીકથી પ્રતિ કલાક ૨૬,૮૪૩ માઇલ ઝડપથી પસાર થશે, આ અવકાશી પિંડનું કદ આશરે ૫૪૦ મીટર છે, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેટલો મોટો છે. તેમ જ ૨૬મી ડિસેમ્બરના રોજ પણ CH59 ઉલ્કા પિંડ પૃથ્વીની નજીકથી પસાર થશે.

તે ૨૬જ્રાક ડસેમ્બર,૨૦૧૯ના રોજ સવારે ૭.૫૪ વાગે પૃથ્વીની નજીકથી પસાર થશે. અને તે પૃથ્વીથી આશરે ૦.૦૪૮૭૪ એસ્ટ્રોનોમિકલ યુનિટ (au) અંતર પર હશે. અલબત આ તમામ ઉલ્કાપિંડથી પૃથ્વી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

(3:22 pm IST)