Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મહારાષ્ટ્ર

ભાજપાના ૧૨ ધારાસભ્યો એનસીપી- કોંગ્રેસમાં આવી શકે છે પાછા

પક્ષના એક ડઝન ધારાસભ્યો તુટવાના સમાચાર અફવા- આશીષ શેલર

મુંબઇ,તા.૬: મહારાષ્ટ્ર ભાજપાના ૧૨ ધારાસભ્યો એનસીપી -કોંગ્રેસ ,પાછા આવી શકે છે એવું કહેવાઇ રહ્યું છે કે આમાંથી મોટા ભાગના એ ધારાસભ્યો છે જે ચુંટણી પહેલા એનસીપી અને કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયા હતા આ ઉપરાંત અન્ય કેટલાક અસંતુષ્ટ ભાજપા ધારાસભ્યો પણ છે ભાજપાના એક રાજ્યસભા સાંસદ પણ પક્ષ છોડવાના મુડયા છે.

છાવણી બદલવા ઇચ્છતા આ ધારાસભ્યોમાંથી મોટાભાગના એનસીપીમાં જવા માગે છે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ અને શિવસેનામાં જોડવાની ઇચ્છાના રાજ્ય પદેથી રાજીનામુ આપીને આવનારી પેટાચુંટણીઓમાં ગઠબંધનમાં જોડાયેલા પક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવા તૈયાર છે.

એનસીપીના પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું કે ભાજપાએ લાલચ આપીને, દરોડાનો ભય દેખાડીને એનસીપી -કોંગ્રેસના નેતાઓની ભરતી કરી હતી. ભાજપાએ સત્તા ગુમાવ્યા પછી હવે અમારા લોકો ઘરે પાછા આવવા માગે છે. કેટલાક ધારાસભ્યો અજીત પવારને મળ્યા છે તો કેટલાક શરદ પવારને.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાળા સાહેબ થોરાટે કહ્યું કે સમુદ્રમાં ભરતી આવે તો ઓટ પણ આવે છે. આ પ્રકૃતિનો નિયમ છે. હવે ઘણા લોકોને એવું લાગે છે કે તેઓ ખોટા સમયે ભાજપામાં ગયા છે. અમારી કોઇ સાથે ચર્ચા નથી થઇ પણ ભાજપામાં જનારા ઘણા ધારાસભ્યો પાછા આવવાનો રસ્તો શોધી રહ્યા છે.

જ્યારે ભાજપા નેતા આશીષ શેલારે કહ્યું કે તેમના પક્ષના ડઝન એક ધારાસભ્યો તુટવાના સમાચાર એક અફવા છે. અમને ધારાસભ્યો ઉપર ભરોસો છે.

(4:19 pm IST)