Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બાબરી ધ્વંસની આજે ૨૭મી વરસી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર

૬ ડિસેમ્બર ૧૯૯૨એ બાબરી ધ્વંસની ઘટના બની હતીઃ ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સંભળાવ્યો નિર્ણય

અયોધ્યા, તા.૬: આજે બાબરી ધ્વંસની ૨૭મી વરસી છે જેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બરે અયોધ્યા કેસમાં રામલલા વિરાજમાનના પક્ષમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અયોધ્યામાં અલગથી ૫ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને પહેલાંથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેથી આ સમયે કોઈ હિંસક દ્યટનાઓ જોવા મળે નહીં.અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહેલી પુનવિચાર અરજી દાખલ કરવામા આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ ૨૧૭ પાનાની પુનવિચાર અરજી દાખલ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે સંવિધાન પીઠના આદેશ પર રોક લગાવવામાં આવે જેમાં કોર્ટે વિવાદિત જમીનને રામ મંદિરના પક્ષમાં રાખી છે.

અરજીમાં સુપ્રીમ કોર્ટને નિવેદન કરવામાં આવ્યું છે કે તે કેન્દ્ર સરકારને રામ મંદિરને માટે ટ્રસ્ટ બનાવવાથી રોકે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે ૧૯૩૪, ૧૯૪૯ અને ૧૯૯૨જ્રાક્નત્ન મુસ્લિમ સમુદાયની સાથે થયેલા અન્યાયને ગેરકાનૂની ગણાવ્યો છે. સાથે જ તેને નકારવામાં પણ આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં પૂર્ણ ન્યાય ત્યારે મળશે જયરે મસ્જિદ ફરીખી બનાવવામાં આવશે.

(11:37 am IST)