Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ આપવનો સુપ્રીમ કોર્ટનો ફેંસલો અંતિમ નથીઃ ચીફ જસ્ટીસ

        ભારતના ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે સબરીમાલા મંદિરમાં બધી જ ઉમરની મહિલાઓને પ્રવેશની અનુમતિ આપવાનો સુપ્રીમ કોર્ટનો ફેસલો અંતિમ નથી કારણ આ મામલો મોટી બેંચને મોકલવામાં આવ્યો છે.

         એકિટવિસ્ટ બિંદુ અમીનીએ કહ્યું છે કે મંદિર જતા સમયે એના પર હુમલો થયો જે કોર્ટના ર૦૧૮ ના ફેંસલાનુ ઉલ્લંઘન છે એકટીવિસ્ટએ મંદિરે જવા માટે સુરક્ષા માંગી છે. ગયા મહિને બિંદુ પર કેમીકલ સ્પ્રેથી હુમલો થયો હતો.

(12:00 am IST)