Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

કર્ણાટકમાં ભાજપ સતા જાળવી રાખશે : એક્ઝિટ પોલનું તારણ

નવી દિલ્હી : કર્ણાટકની ૧૬ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન લગભગ 66 ટકા જેટલું થયું. દરમિયાન ચાર મોટા એક્ઝિટ પોલ ના જણાવ્યા મુજબ ભારતીય જનતા પક્ષને ૮ થી ૧૨ બેઠક વચ્ચે બેઠકો મળશે અને કર્ણાટકમાં સત્તા ટકાવી રાખશે.

સી વોટર ના કહેવા પ્રમાણે ભાજપને ૧૫ માંથી ૧૨ સીટો મળશે જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો

મળશે. પબ્લિક ટીવીના એક્ઝિટ પોલ મુજબ ભાજપને આઠ થી દસ અને કોંગ્રેસને ત્રણ થી પાંચ

બેઠક મળશે.

 બી ટીવી ના કહેવા પ્રમાણે ભાજપને નવ બેઠક કોંગ્રેસને ત્રણ અને જેડીએસને બે બેઠક મળી શકે છે, જ્યારે પાવર ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપને ૮ થી ૧૨ બેઠકો મળશે એવા તારણ બહાર આવ્યા છે. સાંજે 5 વાગ્યા 66.25% મતદાન થયું હોવાનું જાણવા મળે છે

(12:00 am IST)