Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

દિલ્હીમાં ઇલેક્ટ્રિક કાર પેસેન્જર સેવા શરૂ થશે: 500 જેટલી કારોથી સેવા શરૂ કરાશે

પહેલા તબક્કામાં ૫૦૦ ઇવી ઇવેરા બાદ બે વર્ષમાં સંખ્યા 5000 કરવા યોજના

 

નવી દિલ્હી : દિલ્હીમાં એક સ્ટાર્ટ અપ પ્રકૃતિ ઇ-મોબિલીટીએ આ મહિનાના પ્રારંભથી એપ આધારિત ઇલેક્ટ્રિક કાર પેસેન્જર સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે આ સેવા ૫૦૦ ઇલેક્ટ્રિક કારોથી શરૂ કરવામાં આવશે. પ્રકૃતિ ઇ-મોબિલીટીના સહ-સ્થાપક નિમિષ ત્રિવેદીએ એક નિવેદનમાં કહ્યું, 'ઇવેરા આ મહાનગર માટે અભૂતપૂર્વ સેવા હશે

  પહેલા તબક્કામાં ૫૦૦ ઇવી ઇવેરા પ્લેટફોર્મ પર મુકવામાં આવશે. આવતા બે વર્ષમાં આ સંખ્યા વધારીને પ,૦૦૦ કરવાની યોજના છે. વિકાસ બંસલ અને રાજીવ તિવારી પણ આ સ્ટાર્ટઅપના પ્રમોટરોમાં સામેલ છે.

 

(12:19 am IST)