Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

છેલ્લા ચાર વર્ષમાં સાંસદોના બંગલાના સમારકામ નવીનીકરણ માટે 193 કરોડનો ધૂમાડો કરી નાખ્યો

આવાસના નવીનીકરણ, સમારકામ અને જાળવણી ખર્ચ માટે કોઈ મર્યાદા નથી નક્કી કરેલી.

નવી દિલ્હી : સરકારે સાંસદોના બંગલાના સમારકામ અને નવીનીકરણ માટે છેલ્લા ચાર વર્ષમાં ૧૯૩ કરોડ રુપિયા વાપર્યા છે.આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ(સીપીડબલ્યુડી)એ સંસદીય સદસ્યોના આવાસના નવીનીકરણ, સમારકામ અને જાળવણી ખર્ચ માટે કોઈ મર્યાદા નથી નક્કી કરેલી.

  તેમના કહેવા પ્રમાણે ચાલુ વર્ષ અને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સાંસદોના આવાસના સમારકામ અને નવીનીકરણ માટે 192 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા છે. હરદિપ સિંહે જણાવ્યું કે, બિલ્ડિંગની વાસ્તવિક સ્થિતિના આધારે કેટલું સમારકામ કરવું તે નક્કી કરવામાં આવે છે. પરંતુ ફ્લેટના પ્રકાર પ્રમાણે કેટલો ખર્ચ થયો તેની કોઇ વિગતો નથી રાખવામાં આવતી

(10:13 pm IST)