Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોંઘવારી મુદ્દે નાણામંત્રી સંસદમાં ટિકાટિપ્પણીમાં યુપીએના મંત્રીનું નિવેદન યાદ અપાવ્યું

નવી દિલ્હી, તા.૫: ડુંગળી સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી જતી કિંમતોને લઇને ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે પી ચિદમ્બરમના એક જુના નિવેદનના બહાને આકરા પ્રહાર કર્યા હતા. ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, ૨૦૧૨માં જ્યારે મોંઘવારી ચરમસીમા પર હતી ત્યારે એ વખતના એક નાણામંત્રીએ કહ્યું હતું કે, જ્યારે શહેરી મધ્યમ વર્ગ મિનિરલ વોટર બોટલ ૧૫ રૂપિયામાં ખરીદી શકે છે. આઈસક્રીમ ૨૦ રૂપિયામાં ખરીદી શકે છે તો મોંઘવારીને લઇને આટલો હોબાળો કેમ છે. અલબત્ત તેઓએ ચિદમ્બરમના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. આજે સંસદમાં સીતારામન ઉપર આકરા પ્રહાર થયા હતા. તેમણે કહ્યું હતું કે, સ્થિતિને કાબૂમાં લેવા તમામ પ્રયાસ થઇ રહ્યા છે.

(8:47 am IST)