Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોદી સરકારનો મોટો નિર્ણય: દેશભરના પોલીસ સ્ટેશનોમાં બનશે મહિલા ડેસ્ક : નિર્ભયા ફંડમાંથી 100 કરોડ ફાળવાયા

તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા સહાયતા ડેસ્ક અને એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટ સ્થપાશે

નવી દિલ્હી : મહિલા સુરક્ષાને લઇને કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે દેશભરના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક બનાવવામાં આવશે. આ પોલીસ સ્ટેશનો માટે ગૃહ મંત્રાલયે નિર્ભયા ફંડથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગૂ કરવામાં આવશે

   કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મહિલા બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી તમામ પોલીસ સ્ટેશનોમાં મહિલા સહાયતા ડેસ્ક અને એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટની સ્થાપના કરવામાં આવશે. જેના માટે 100 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટરની સાથે ગેંગરેપ અને સળગાવીને હત્યાનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દેશના કેટલાક શહેરોમાં કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલાક લોકોએ આરોપીઓને જલ્દીથી જલ્દી ફાંસી આપવાની માંગ કરી છે.

(9:57 pm IST)