Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હવે ડોનર્સ તથા ડોનેશન મેળવનાર વચ્ચે ડાયરેકટ સંપર્ક થઇ શકશેઃ યુ.એસ.માં ટચ એ લાઇફ ફાઉન્ડેશનના ઉપક્રમે નવી એપ.નું લોંચીંગ કરાયું

કેલિફોર્નિયાઃ ''ટચ  એ લાઇફ ફાઉન્ડેશન'' યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ડેટા એન્જીનીયર શ્રી તેજ ગુંદાવેલ્લી સ્થાપિત ટચએ લાઇફ ફાઉન્ડેશનના ઉપક્રમે ૧૫ નવેં.ના રોજ થેંકસ ગીવીંગ ડેની ઉજવણી નિમિતે નવી એપ.નું લોંચીંગ કરાયુ છે. જેના માધ્યમથી ડોનર્સ તથા ડોનેશન મેળવનાર વ્યકિત, સંસ્થાઓ, તેમજ સ્કૂલોનો એકબીજા સાથે ડાયરેકટ સંપર્ક થઇ શકશે.

મિલ્પીટાસ કેલિફોર્નિયામાં આવેલા ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ખાતે લોંચીંગ કરાયેલી એપ.. પ્રસંગે ઉપરોકત માહિતી આપવામાં આવી હતી. જે મુજબ આ એપ. ગૂગલ પ્લેસ્ટોર પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.

સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથેના નવી એપ લોંચીંગ પ્રસંગે શ્રી તેજ ગુંદાવેલ્લી તેમના માતુશ્રી તથા પિતા શ્રી સહિતનો સમગ્ર પરિવાર તથા આમંત્રિતો હાજર રહ્યા હતા.

(7:36 pm IST)