Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

યુ.એસ.ના IC3 ઇન્સ્ટીટયુટના પ્રેસિડન્ટ તથા CEO તરીકે સુશ્રી રાજીકા ભંડારીની નિમણુંકઃ ર જાન્યુ.૨૦૨૦થી હોદો સંભાળશે

વોશીંગ્ટનઃ યુ.એસ.ના IC3 ઇન્ટસ્ટીટયુટના નવનિયુકત પ્રેસિડન્ટ તથા CEO તરીકે ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રી મહિલા સુશ્રી રાજીકા ભંડારાની નિમણુંક થઇ છે. તેઓ ર જાન્યુ.૨૦૨૦ થી હોદો સંભાળશે.

સ્ટુડન્ટસના ઉજ્જવળ ભવિષ્ય માટે તકો ઝડપવા શિક્ષિત કરતા આ ઇન્સ્ટીટયુટના પ્રેસિડન્ટ તરીકે નિમાયેલા સુશ્રી ભંડારી શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ર દસકાનો અનુભવ ધરાવે છે. તેઓ સારા વકતા તથા ઉચ્ચ શિક્ષણને લગતા પ્રશ્નો સુલઝાવવામાં માહેર છે. તેમણે શિક્ષણ અંગે સંશોધન દર્શાવતા ૬ પુસ્તકો લખ્યા છે. જેઓ IC3 ઇન્સ્ટીટયુટના આગામી ૧૫ વર્ષના લક્ષ્યાંક મુજબ ૧ લાખ ૭૬ હજાર સ્કૂલો તથા ૧ લાખ જેટલા વ્યાવસાયિકોને માર્ગદર્શન આપવામાં મદદરૂપ થશે.

(7:35 pm IST)