Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અમેરિકાના પર્લ હાર્બરમાં થયેલ ગોળીબારમાં ભારતના એર ચિફ માર્શલ તથા ટીમ સુરક્ષિત : ભારતીય એરફોર્સ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલી માહિતી

પર્લ હાર્બર : અમેરિકાના પર્લ હાર્બર એરપોર્ટ ખાતે મિટિંગમાં ભાગ લેવા ગયેલા  ભારતના  એર ચિફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયા તથા તેમની ટીમ સુરક્ષિત હોવાના સત્તાવાર સમાચાર એરફોર્સ દ્વારા જાહેર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સ્થળે એક અમેરિકન નાવિકે ગોળીબાર કરી આત્મહત્યા કરી લીધી હતી.પરંતુ આ વખતે ભારતની ટીમ આ સ્થળેથી દૂર હોવાથી તેઓનો બચાવ થયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:38 am IST)