Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વર્ષ 2૦રર સુધી ભારતમાં 5G આવી જશે : ટેલિકોમ સેક્રેટરી

આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મમાં તેજી આવવાની શક્યતા

નવી દિલ્હી : ર૦રરની શરૃઆતમાં દેશના ટેલિકોમ ક્ષેત્રે પજી ટેકનોલોજી આવી જશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મમાં તેજી આવવાની શક્યતા છે. ટેલિકોમ સેક્રેટરી એસ કે ગૃપ્તાએ જણાવ્યુ, બિગ ડેટના એનાલિસસથી ઉપભોક્તાઓમાં મોટો ફેરફાર આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે મીડિયા ઉદ્યોગમાં મોટો ફેરફાર આવ્યો છે. અને નવી નીતિને અમલમાં મુકીને સફળતા મેળવી શકાય છે.

   ભારતીય ઉદ્યોગ પરિસંઘના કાર્યક્રમને સંબોધતા ગૃપ્તાએ જણાવ્યુ કે, ટેલિકોમ ક્ષેત્રે ર૦રર સુધી પજી સુધી પહોંચી શકાશે. આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મમાં નોંધપાત્ર તેજી આવવાની શક્યતા છે. અત્યાર સુધીના ૪૦ કરોડ લોકો સારી ગુણવત્તાના ઈન્ટરનેટ સુધી પહોંચી શક્યા છે. એવામાં ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મીડિયા સામગ્રીનો ઉપયોગની સંભાવના વધારે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, સ્માર્ટફોનની સંખ્યામાં વધારો થવાથી મીડિયા સમગ્રીમાં વિકાસ થશે.

(10:31 pm IST)