Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

''અમેરિકન ફીઝીકલ સોસાયટી'' ફેલો તરીકે સ્થાન મેળવતા સાત ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો

વોશીંગ્ટનઃ યુ.એસ.ની અમેરિકન ફીઝીકલ સોસાયટીના ફેલો તરીકે તાજેતરમાં કરાયેલી પસંદગીમાં સાત ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્થાન મેળવ્યું છે.

સમાજને મદદરૃપ થાય તેવા ફીઝીકસને લગતા સંશોધનો, લેખો, તેમજ સેવાઓના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ફેલો તરીકે પસંદ થયેલા આ સાત ઇન્ડિયન અમેરિકન સાયન્ટીસ્ટસમાં કેલિફોર્નિયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના શ્રી રાણા એકસ અધિકારી,શ્રી બેન્જામિન ચંદ્રન, શ્રી શૈલેષ ચંદ્રશેખરન, શ્રી નાઝીર પી ખેરાની, સુશ્રી અદિતી મિત્રા, શ્રી અભય પી નારાયણ તથા શ્રી પારન્સ એમ.પરંથામન સહિતનાઓનો સમાવેશ થાય છે.

(9:35 pm IST)
  • દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનું સિગ્નલ ફેઈલ :હજારો મુસાફરો પરેશાન :ટ્રેનો કલાકો સુધી સ્ટેશન પર થોભી : એક બીજા સ્ટેશન જવા માટે પણ ટ્રેનોને 15 થી 20 મિનિટનો સમય લાગે છે : નિયંત્રણ કેન્દ્રોનો સંપર્ક તૂટતા સમગ્ર બ્લુ લાઈન ટ્રેનો પ્રભાવિત : ગાઝિયાબાદ અને નોઈડાને વેસ્ટ દિલ્હીના દ્વારકાથી જોડનારી લાઈનમાં પેહલા કકરોલબાગ અને દ્વારકા સેક્શન વચ્ચે અને પછી સમગ્ર લાઈનમાં સિગ્નલ ફેઈલ થયું access_time 1:16 am IST

  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST