Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યુ.એસ.ની વિસ્કોસિન સ્ટેટ 'હેલ્થ પોલીસી એડવાઇઝરી કાઉન્સીલ'માં ઇન્ડિયન અમેરિકન ડો. દિપેશ નવસારીઆને સ્થાનઃ સ્ટેટના હેલ્થ કેરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી બજાવશે

વિસ્કોસિનઃ યુ.એસ.માં વિસ્કોસિન ગવર્નરે તા.૨૭ નવે.ના રોજ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ તેમણે નવી 'હેલ્થ પોલીસી એડવાઇઝરી કાઉન્સીલ'ની રચના કરી છે. જેના ૧ ડઝન મેમ્બર્સમાં ઇન્ડિયન અમેરિકન ડો. દિપેશ નવસારીઆને સ્થાન અપાયુ છે.

આ કાઉન્સીલ સ્ટેટના હેલ્થ કેરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી બજાવશે. જે અંતર્ગત ઓછા ખર્ચે મેડીકલ સેવાઓ પૂરી પાડવા પ્રયત્ન કરાશે. જે માટે હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા અપાતી સેવાઓ, ઇન્સ્યુરન્સ કમિશ્નર્સ, ડીપાર્ટમેન્ટ ઓફ એમ્પલોઇઝ ટ્રસ્ટ ફંડ તેમજ હેલ્થકેર સુવિધાઓ આપતા બોર્ડ સાથે સંપર્ક રખાશે.

શ્રી ડો. દીપેશ પિડીયાટ્રીશીઅન છે. તથા યુનિવર્સિટી ઓફ વિસ્કોસિનની સ્કૂલ ઓફ મેડિસીન એન્ડ પબ્લીક હેલ્થના ફેકલ્ટી મેમ્બર છે. જેમણે ઉપરોકત નિમણુંક બદલ ખુશી વ્યકત કરી હતી.

(9:34 pm IST)