Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

એ… ચેતજો… માથુ, પેટ, તાવ જેવા દર્દોમાં તબીબોની સલાહ વગર દવાનું સેવન કરનારાને પેટની ગંભીર બિમારી થઇ શકે

રોજની ભાગદોડવાળા જીવનમાં માથાનો દુખાવો, પેટનો દુખાવો કે તાવ જેવી સમસ્યામાં લોકો ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેવા લાગ્યા છે. જેમાં કોઈ પણ એન્ટીબાયોટિક દવા લઈને તબીયત સારી થઈ જાય તો પછી તે દવાને જરુર પ્રમાણે લેતા રહે છે. ડૉક્ટરનું કહેવું છે કે જરુર વગર વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક દવાઓ લેવાથી ડાયેરિયા જેવી ગંભીર પેટની બીમારી થઈ શકે છે.

શું કહે છે ડૉક્ટર?

નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ઈન્ટરનલ મેડીસિન સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર સતીશ કૌલે જણાવ્યું, જરુરિયાત કરતા વધારે એન્ટીબાયોટિકનું સેવન કરવા માટે નુકસાનકારક સાબિત થાય છે. તેમાં ડાયેરિયા જેવી પેટની બીમારીઓ થઈ શકે છે. ખોટી એન્ટીબાયોટિક લેવી એક સમસ્યા બની શકે છે ખાસ કરીને જો તમને દવાની એલર્જી હોય તો.

થઈ શકે છે મોટી મુશ્કેલી

ડૉક્ટરે જણાવ્યું કે, કોઈ પણ એન્ટીબાયટિકનો ખોટી રીતે જરુરિયાત કરતા વધારે ઉપયોગ મુશ્કેલી ઉભી કરી શકે છે, જેમ કે ઈન્ફેક્શન તરત ના મટવું વગરે. જેમાં એન્ટીબાયોટિક રેજિસ્ટેન્ટ ઓર્ગેઝ્મ્સ પણ વિકસિત થઈ શકે છે. જો તમે ડૉક્ટરની સલાહ વગર કોઈ એન્ટીબાયોટિક સતત લેતા રહેશો તો મુશ્કેલી પણ વધતી જશે.

તકલીફને ઓળખવી જરુરી

ડૉ. સતીશ કૌલનું માનવું છે કે, વર્તમાન સમયમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક ક્ષમતા વિશ્વમાં સૌથી મોટો ખતરો બન્યો છે. આપણે વધારેમાં વધારે લોકોને એન્ટીબાયોટિક્સનો યોગ્ય ઉપયોગ અને તેના ફંક્શન વિશે જણાવવું જોઈએ જેથી સમસ્યાનું નિદાન થઈ શકે. આપણે સમસ્યાને ગંભીરતાથી લેવી જરુરી છે.

શું કહે છે WHO?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, એન્ટીબાયોટિક દવાઓ, વાયરસના ચેપને રોકવા અને ઈલાજ માટે ઉપયોગી દવા છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટેન્ટ ત્યારે થાય છે જ્યારે દવાના ઉપયોગના જવાબમાં બેક્ટેરિયા પોતાનું સ્વરુપ બદલી લે છે. WHO મુજબ, જરુરિયાત વગર એન્ટીબાયોટિક દવા લેવાથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટમાં વૃદ્ધિ થાય છે, જે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરારુપ છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટેન્ટવાળી વ્યક્તિએ લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે, ઈલાજ માટે વધુ રુપિયા ખર્ચવા પડે છે અને બીમારી ગંભીર હોય તો દર્દીનું મોત પણ થઈ શકે છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ કોઈ પણ દેશમાં કોઈ પણ ઉંમરના વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. સાથે જ્યારે બેક્ટેરિયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ થઈ જાય તો સામાન્ય દવાથી બીમારી ઠીક થઈ શકતી નથી.

(5:05 pm IST)