Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગેમ રમનારા દુનિયાના ૧૦ ટકા લોકો ભારતમાં: ૨૦૨૦ સુધી ૭૭૦૦ કરોડની થઇ જશે ઇન્ડસ્ટ્રી

૨૦૧૦ સુધી અહીં મોબાઇલ ગેમ બનાવનાર રપ કંપનીઓ હતી, આજે ૨૫૦ છે

નવી દિલ્હી તા.૬: સસ્તા મોબાઇલ ફોને દેશમાં ઇન્ટરનેટ પર રમાનારી ગેમમાં તેજી લાવી દીધી છે. નાસ્કોમનાં જણાવ્યા મુજબ ઇન્ટરનેટ પર ગેમ રમનાર દુનિયાના ૧૦ ટકા લોકો ભારતમાં છે. મોટી વાત એ છે કે ૨૦૧૦ સુધી અહીં મોબાઇલ ગેમ બનાવનાર ૨૫ કંપનીઓ હતી. આજે આ કંપનીઓની સંખ્યા વધીને ૨૫૦ થઇ ગઇ છે.

૨૦૨૦ સુધીમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ૧.૧ અબજ ડોલર (૭૭૦૦ કરોડ) સુધી પહોંચી જશે. બીજી તરફ ઇન્ટરનેટ પર ગેમ રમનાર લોકો ૬૨ કરોડ ૮૦ લાખ થઇ જશે. ૨૦૧૫માં આ સંખ્યા ૨૦ કરોડ હતી. બોસ્ટનની એક સર્વે કંપની જનાએ ૨૩૦૦ ભારતીયોને એમસેન્ટ બ્રાઉઝર એપ સાથે જોડી સર્વેમાં ૧૦ થી ૬ લોકોએ કહ્યું કે તેમણે ગયા મહિને ઓનલાઇન ગેમમાં ભાગ લીધો હતો. તાજેતરમાં ભારતની પહેલી ટેલિવાઇઝડ ઇ-સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ (એમટીવી પર) યુ સાયફર બ્રોડકાસ્ટ કરાયું. રિસર્ચ એન્ડ માર્કેટના રિપોર્ટ મુજબ ભારતમાં ઓનલાઇન સ્પોર્ટ્સ જોવાનું સૌથી પસંદગીનું પ્લેટફોર્મ યુટયુબ છે. ભારતના યુવા ઇન્ટરનેટ યુઝર ઓનલાઇન ગેમ રમી રહ્યા છે. સર્વેમાં સામેલ ૭૨ ટકા લોકોનું માનવું છે કે તેઓ ઓનલાઇન ગેર્મિંગ કે સ્પોર્ટ્સમાં પૈસા જીતવા માટે ભાગ લે છે. મોબાઇલમાં ૮૮ ટકા ભારતીયો ગેમ રમે છે.

લેપટોપમાં ૧૦ ટકા લોકો, ટેબ્લેટમાં પ.ર ટકા લોકો ગેમ રમતા હોય છે. ૧૩.૬ ટકા લોકો કોઇ પ્રકારની ગેમ રમતા નથી. યુટયુબ ગેમિંગ પર ૬૫.૪ ટકા ભારતીયો ગેમ રમે છે. ૩૫.૬ ટકા ભારતીયો ફેસબુક ગેમિંગમાં ગેમ રમે છે. ૧૭.૯ ટકા લોકો સ્ટીમ ટીવીમાં ગેમ રમે છે. ૧૭ ટકા ટવીચમાં,૧૩.૬ મોબક્રેશ-૧૧.૩ ટકા સ્ટીમમોન્કસમાં ગેમ રમે છે. જયારે માત્ર ૨૭.૯ ટકા લોકો કોઇ જગ્યાએ ગેમ રમતા નથી.(૧.૨૬)

(3:51 pm IST)