Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પરીક્ષા કેન્દ્રના CCTV કૂટેજઃ સુરતની એક સ્કૂલમાં પેપર આપવા પહોંચ્યો હતો યશપાલસિંહ

સુરત, તા.૬:એલઆરડી પેપર લીક કાંડમાં જેમનું નામ સૂત્રધાર તરીકે લેવામાં આવી રહ્યું છે તે યશપાલસિંહ સોલંકી દિલ્હીથી આન્સર કી લાવ્યા બાદ પરીક્ષા આપવા માટે સુરતની એક સ્કૂલમાં આવ્યો હતો. આ અંગેના સીસીટીવા સામે આવ્યા છે જેમાં યશપાલને વર્ગખંડમાં બેઠકો જોઈ શકાય છે. યશપાલસિંહની ગુરુવારે વહેલી સવારે મહિસાગરના વીરપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને પૂછપરછ માટે દિલ્હી પણ લઈ જવામાં આવી શકે છે.

અલથાણાની સ્કૂલમાં આવ્યો હતો યશપાલસિંહઃ પેપર લીક કાંડનો કથિત મુખ્ય આરોપી યશપાલ પોતે પણ પરીક્ષાર્થી હતો. યશપાલ સુરતની અલથાણાની શિવાજી પાર્ક ખાતે આવેલી શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલ ખાતે પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો.(૨૨.૧૧)

(3:43 pm IST)
  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST