Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યુપીના મુખ્યમંત્રી યોગીનું ફરમાન: ગૌહત્યા થશે તો એસપી-ડીએમ સામે કાર્યવાહી કરાશે

હાઇલેવલ મિટિંગ બાદ મુખ્ય સચિવે તમામ જિલ્લાધિકારીઓ અને એસપીને આપ્યા નિર્દેશ

લખનૌ :બુલંદશહેરમાં ગૌહત્યાને લઈને ભડકેલી હિંસા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે કોઈપણ જિલ્લામાં ગૌહત્યાની ઘટના બનશે.તો તેના માટે સીધે સીધા જિલ્લાના એસપી અને ડીએમ જવાબદાર હશે.આ જાણકારી મુખ્ય સચિવ દ્વારા ઉત્તરપ્રદેશના તમામ ડીએમ અને એસપીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપવામાં આવી છે.

  મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગૌહત્યા પર પોતાનું કડક વલણ અપનાવ્યું છે અને હાઈલેવલ મીટિંગમાં ઉચ્ચાધિકારીઓએ ગોહત્યા રોકવાની સાથે જ જિલ્લાધિકારીઓને આના માટે જવાબદાર ઠેરવવવાનો નિર્દેશ આપ્યો હતો.

  મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાઈલેવલ મીટિંગ બાદ મુખ્ય સચિવ અનુપચંદ્ર પાંડેએ તમામ જિલ્લાધિકારીઓ અને એસપીને કડક નિર્દેશ જાહેર કર્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર મુખ્ય સચિવે રાજ્યના તમામ પોલીસ એડીજી, આઈજી અને ડીઆઈજીને પણ નિર્દેશોના પાલનની સમીક્ષાના નિર્દેશ આપ્યા છે.

(12:33 pm IST)