Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આઈઆઈટી પટનાએ બનાવ્યું સોલાર વૃક્ષ :ગામડામાં હવે દરેક સીઝનમાં 24 કલાક વીજળી પહોંચાડી શકાશે

એક વાર ચાર્જ થઇ ગયા પછી ૧૦ દિવસ સુધીચાલશે :વૃક્ષ બનવાનો ખર્ચો ૫૦ થી ૬૦ હજાર રૂપિયા

નવી દિલ્હી :આઈઆઈટી પટનાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની ટીમે ભેગા મળીને સોલાર વૃક્ષ બનાવ્યું છેઅત્યાર સુધી દેશમાં બનેલા સોલાર વૃક્ષ કરતા આ વૃક્ષ વધારે એડવાન્સ અને ખાસ છે.હાલ તેની ડીઝાઇન, સ્માર્ટ કન્ટ્રોલિંગ અને મોનીટરીંગની પ્રક્રિયા ચાલી રહી છે.

 આ વૃક્ષની મદદથી દેશના ગામડામાં દરેક સીઝનમાં ૨૪ કલાક વીજળી આપવામાં આવશે.આ વૃક્ષની મદદથી ગામમાં વીજળી પહોચાડવામાં આવશે.

  ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. સોલાર વૃક્ષની ટીમનું નેતૃત્વ કરનારા ડો. આર.કે બેહરાએ જણાવ્યું હતું કે આ વૃક્ષની મદદથી સુદુર ગામમાં વીજળી પહોચાડી શકાશે. આ એક વૃક્ષ બનાવવાનો ખર્ચો ૫૦ થી ૬૦ હજાર રૂપિયા છે.

  ખાસ વાત તો એ છે કે એક વખત આ વૃક્ષ ચાર્જ થઇ ગયા બાદ જો તડકો ન હોય તો પણ સોનાર પેનલ કામ કરતા રહેશે.

સ્વીચીંગ સિસ્ટમમાં પણ સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પણ એક વાર ચાર્જ થઇ ગયા પછી ૧૦ દિવસ સુધી પણ તે કામ કરશે. પ્રકાશ વધારે ઓછો પણ આ પેનલની મદદથી કરી શકાશે.

સોલાર વૃક્ષમાં એવું ડિવાઈસ લગાવવામાં આવ્યું છે કે જે આઈઆઈટીના કન્ટ્રોલ રુલ કે મોબાઈલના ડિવાઈસ સાથે કનેક્ટ થઇ શકશે.

(11:05 am IST)