Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઇન્ડોનેશિયામાં લોમ્બોક દ્વીપ પર ભૂકંપના આંચકા :૫.૫ તીવ્રતા નોંધાઈ :કેન્દ્રબિંદુ જમીનથી 10 કી,મી,ઊંડે

ઇન્ડોનેશિયામાં દ્વીપ પર ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. એએનઆઈના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સ્થાનીક સમય અનુસાર આ ભૂકંપ રાત્રે ૧ વાગ્યે આવ્યો હતો.

ઇન્ડોનેશિયાના લોમ્બોક દ્વીપ પર આંચકા અનુભવાયા છે .ભૂકંપનું કેન્દ્ર જમીનની ૧૦ કિમી ઊંડે માપવામાં આવ્યું છે. જો કે ભૂકંપ ને લીધે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

(10:46 am IST)
  • લોક રક્ષક દળ પેપર લીક કૌભાંડઃ એટીએસે વધુ ૨ ને ઝડપી લીધા : રાજકોટ સીઆઈડી અને એટીએસ દ્વારા વડોદરા આસપાસ તપાસનો મોટો ધમધમાટ ચાલુ છેઃ એટીએસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં વધુ ૨ ની ધરપકડો કરી ગાંધીનગર લઈ જવાયા છે એટીએસએ વોચ ગોઠવી આ ધરપકડો કરી છે access_time 3:36 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST