Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યુકેમાં ગે પાર્ટનરને પામવા ગુજરાતી યુવકે કરી પત્નીની હત્યા

ગે પાર્ટનર સાથે રહેવા ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતો હતો : પત્નીનું કરાવ્યું હતું IVF : પત્નીને પતિના સંબંધો વિશે હતી જાણ

લંડન: ગત મે મહિના પહેલા યુકેમાં ભારતીય મૂળની એક મહિલા પોતાના ઘરમાં મૃત મળી આવી હતી. 34 વર્ષની જેસિકા પટેલ નામની આ મહિલાના 37 વર્ષના ફાર્માસિસ્ટ પતિને જ તેની હત્યા માટે કોર્ટે દોષી માન્યો છે અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. મિતેશ મૂળ ગુજરાતનો રહેવાસી છે.

 

  મિતેશ પટેલે સુપરમાર્કેટમાંથી ખરીદેલી પ્લાસ્ટિકની બેગની મદદથી પત્નીની હત્યા કરી હતી. તેણે એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો કે, લૂંટના ઈરાદે અજાણ્યા શખસો તેના ઘરમાં ઘૂસી આવ્યા અને તેની પત્નીની હત્યા કરીને લૂંટ ચલાવી ભાગી ગયા. પણ, પોલીસ તપાસમાં તેનું જૂઠ પકડાઈ ગયું હતું. પોલીસે તેના ફોનના લોકેશન અને તેની ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી પરથી તેનું જૂઠ્ઠાણું પકડી લીધું હતું.

  મિતેશ પટેલે તેની પત્નીની હત્યા કરી તેની પાછળનું કારણ પણ ઘણું ચોંકાવનારું છે. મિતેશની ગે ડેટિંગ એપ પર તેના ઓસ્ટ્રેલિયમાં રહેતા ગે પાર્ટનર ડૉ. અંકિત પટેલ સાથે મુલાકાત થઈ હતી. તે જેસિકાના લાઈફ ઈન્શ્યોરન્સના 2 મિલિયન પાઉન્ડ ( લગભગ 18 કરોડ રૂપિયા) લઈ પોતાના ગે પાર્ટનર સાથે રહેવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવા ઈચ્છતો હતો. એટલું જ નહીં, જેસિકાનું ફ્રોજન સ્ટોરેજમાં રખાયેલું વિકસિત બીજ પણ તેના હાથમાં આવી ગયું હતું અને તે તેને પણ પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લઈ જઈ તેના ગે પાર્ટનર સાથે નવો પરિવાર શરૂ કરવા ઈચ્છતો હતો.
  તપાસમાં બહાર આવ્યા મુજબ, જેસિકાની ચાર વખત IVF ટ્રિટમેન્ટ કરાવાઈ હતી. ચોથી વખતની ટ્રિટમેન્ટ સફળ રહી હતી અને તેનું બીજ એક ફર્ટિલિટી ક્લિનિકમાં ફ્રોજન સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું. જેની કસ્ટડી મિતેશની મળી ગયા બાદ તેના માટે જેસિકા કોઈ મહત્વ રાખતી ન હતી.
  તપાસમાં એ વાત પણ બહાર આવી છે કે, જેસિકાને તેના પતિના આ ગે સંબંધ વિશે જાણ હતી અને એટલે તે IVF ટ્રિટમેન્ટ કરાવવાના વિરોધમાં હતી. પણ, પતિના દબાણને કારણે તેને IVF ટ્રિટમેન્ટ માટે રાજી થવું પડ્યું હતું.

  જેસિકા પટેલની હત્યા મેમાં ઈંગ્લેન્ડના મિડલ્સબ્રો વિસ્તારમાં આવેલા તેના ઘરમાં થઈ હતી. જેસિકા વ્યવસાયે ફાર્માસિસ્ટ હતી. તે તેના પતિ સાથે ઘરની નજીક જ ફાર્મા સ્ટોર ચલાવતી હતી. આ વર્ષે મેમાં મિતેશે જાતે પોલીસને ફોન કરી ઘરમાં લૂંટફાટ અને પત્નીની હત્યા થયાની જાણ કરી હતી.

(12:00 am IST)
  • લોક રક્ષક દળ પેપર લીક કૌભાંડઃ એટીએસે વધુ ૨ ને ઝડપી લીધા : રાજકોટ સીઆઈડી અને એટીએસ દ્વારા વડોદરા આસપાસ તપાસનો મોટો ધમધમાટ ચાલુ છેઃ એટીએસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં વધુ ૨ ની ધરપકડો કરી ગાંધીનગર લઈ જવાયા છે એટીએસએ વોચ ગોઠવી આ ધરપકડો કરી છે access_time 3:36 pm IST

  • પ્રકાશ જાવડેકરની આગાહી :કર્ણાટકમાં ગબડી શકે છે સરકાર :જાવડેકરે દાવો કર્યો કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચેનું અશુભ ગઠબંધન તૂટશે :બંને પક્ષો તકવાદી રાજનીતિ કરે છે તેવો આરોપ લાગવી જાવડેકરે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે આંતરિક કલહને કારણે કંટક સરકારનું પતન થશે તેમ કહ્યું હતું : જાવડેકરે એમ પણ કહ્યું કે જો કોઈ યોગ્ય વિચાર સાથે ભાજપ પાસે પોતાનું દર્દ લઈને આવે ત તેનું સ્વાગત છે access_time 1:19 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST