Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજસ્થાનમાં ગુજરાત ભાજપના બે નેતાઓ બાખડયા બાદ હવે NSUI ના ત્રણ કાર્યકર્તાઓની હથિયાર સાથે અટકાયત

અરવલ્લીના વીછિવાળાપાસે નાકાબંધીમાં કારની તલાસી લેતા ત્રણ ચપ્પા, સાત ડંડા મળ્યા

અમદાવાદ :તાજેતરમાં ગુજરાત ભાજપના બે નેતા રાજસ્થાનમાં બાખડ્યા હતા, હવે NSUIના કાર્યકરોની રાજસ્થાનમાં હથિયારો સાથે ધરપકડ કરાઈ છે અરવલ્લીના વીછિવાળા પોલીસે ત્રણેય કાર્યકરોની ત્રણ ચપ્પા, સાત ડંડા સહિતના હથિયારો સાથે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

   પ્રાપ્ત વિગત પ્રમાણે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હાલ ચૂંટણીનો માહોલ છે, સમગ્ર રાજ્યમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત છે, ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. અરવલ્લીના વીછિવાળા વિસ્તાર પાસે નાકાબંધી દરમિયાન ગુજરાત NSUI લખેલી કારને તપાસ માટે રોકી હતી. કારની તપાસ કરતાં તેમાંથી ત્રણ ચપ્પા, સાત ડંડા સહિતના શંકાસ્પદ હથિયારો મળી આવતાં કારમાં સવાર ત્રણ યુવકોની અટકાયત કરવામાં આવી હતી

(12:00 am IST)