Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

" જયપુર લિટરેચર ફેસ્ટિવલ ": 24 થી 28 જાન્યુઆરી 2019 દરમિયાન જયપુર મુકામે યોજાનારો 12 મો વાર્ષિક ફેસ્ટિવલ : સાયન્સ તથા ક્લાઈમેટ ચેન્જ વિષયને કેન્દ્રમાં રખાશે

ન્યુદિલ્હી : તાજેતરમાં ન્યુ દિલ્હી મુકામે જયપુર લિટરેચર ફેસ્ટિવલના આયોજકો તાજમહલ હોટલ ખાતે ભેગા થયા હતા.જ્યાં ફેસ્ટિવલની તારીખ જાહેર કરાઈ હતી.તથા તેના થીમની ઝલક દર્શાવાઈ હતી.જે મુજબ 12 માં વાર્ષિક ફેસ્ટિવલમાં  સાયન્સ તથા ક્લાઈમેટ ચેન્જ વિષયને  કેન્દ્રમાં રખાશે જેમાં જિનેટિક સાયન્સ,આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ,ડાર્ક એનર્જી,બ્લેક હોલ,સહિતના વિષયોને કેન્દ્રમાં રાખવાનું નક્કી કરાયું હોવાનું ફેસ્ટિવલ કો-ઓર્ડીનેટર,તથા ઇન્ડિયન રાઇટર સુશ્રી નમિતા ગોખલેએ જણાવ્યું હતું

  આફેસ્ટિવલમાંવિશ્વવિખ્યાતવૈજ્ઞાનિકો,ઇતિહાસવિદો,લેખકો,કવિઓ,સહિતના મહાનુભાવો હાજરી આપશે વર્ષ મહિલાઓનું હોવાથી મહિલા લેખકો તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળશે ઉપરાંત મહોત્સવમાં ભારતના બે પૂર્વ ઈલેક્શન કમિશનર શ્રી એસ.વાય.કુરેશી તથા શ્રી નવીન ચાવલા લિખિત પુસ્તકોનું વિમોચન કરાશે તથા ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ અને લોકશાહી વિષયક છણાવટ કરાશે

(12:00 am IST)