Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં ત્રણ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓ તથા તેર જટેલા કાર્યવાહક સભ્‍યોની થયેલી બીન હરીફ વરણીઃ જૈન સોસાયટીના ઇતિહાસમાં હોદ્દેદારોની બીન હરીફ વરણી થતાં જૈન સંઘના સભ્‍યોમાં પ્રસરી રહેલી આનંદની લાગણીઃ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગો આગામી વર્ષે તેની સીલ્‍વર જયુબીલી વર્ષની શાનદાર રીતે ઉજવણી કરશે અને તે અંગેની તડામાર તૈયારીઓ થઇ રહેલ છેઃ આગામી વર્ષે ટ્રસ્‍ટી બોર્ડના ચેરમેન તરીકે અતુલભાઇ શાહ પોતાનો હોદ્દો ગ્રહણ કરશે એવું સભ્‍યો માની રહ્યા છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોથી ત્રીસેક માઇલ દુર પヘમિના પરા વિસ્‍તાર બાર્ટલેટ ટાઉનમાં જૈન સંઘનુ એક ભવ્‍ય કલાત્‍મક જૈન મંદિર આવેલ છે અને તેના પદાધીકારીઓની મુદત ચાલુ વર્ષના અંતમાં પૂર્ણ થતી હોવાથી જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓએ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓની ત્રણ તથા કાર્યવાહિક સમિતિના તેર જેટલા તમામ હોદ્દેદારોની નિમણુંક કરવા માટે ચુંટણી અંગેનુ એક જાહેરનામું બહાર પાડયુ હતુ પરંતુ નિયમ કરેલી મુદતની અંદર જે હોદ્દાઓ ખાલી પડતા હતા તેટલાજ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભરતા જૈન સોસાયટીના હાલના ઇતિહાસમાં એક અનેરી ભાન પડેલ છે અને ચુંટણી વિના તમામ હોદ્દેદારો બીનહરીફ ચુંટાઇ આવતા સમગ્ર જૈન સોસાયટીના સભ્‍યોમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ જૈન સોસાયટી ઓફ શિકાગોમાં ચાલુ વર્ષના અંતે ત્રણ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓ તથા તેર કાર્યવાહક સમિતિના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોવાથી બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓએ આ હોદ્દાઓ ભરવા માટે એક જાહેરનામુ બહાર પાડયું હતું અને આ ચુંટણી વ્‍યવસ્‍થીત રીતે થઇ શકે તે માટે પાંચ સભ્‍યોની એક ચુંટણી સંચાલન સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમાં (૧)પ્રબોધ વૈધ ચેરમેન તથા (૨)ડો.મહેશ શાહ (૩)ધીરેન સોલંકી (૪)સંપ્રતિ શાહ અને (૫)કેકીન શાહનો સમાવેશ થતો હતો અને તેમણે સંયુક્‍ત પણે આ સમગ્ર ચુંટણી અંગેનું સંચાલન ઉપાડી લીધુ હતું.

ચુંટણી અંગેની કરવામાં આવેલી જાહેરાત મુજબ જૈન સોસાયટીના જે સભ્‍યો આ ખાલી પડતી જગ્‍યાઓ માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્‍છતા હોય તો તેમણે પોતાના ઉમેદવારી પત્રકો ઓકટોબર માસની છઠ્ઠી તારીખ સુધીમાં ચુંટણી સંચાલન સમિતિના ચેરમેનને મોકલી આપવાની સુચના આપવામાં આવેલ હતી પરંતુ નક્કી કરેલ તારીખમાંજે ઉમેદવારી પત્રકો આવ્‍યા હતા તેની ચકાસણી બાદ માલમ પડયું હતું કે જેટલી જગ્‍યાઓ ખાલી પડતી હતી તેટલીજ જગ્‍યાઓ માટે ઉમેદવારી પત્રકો મળ્‍યા હતા આથી ચુંટણી સંચાલન સમિતિના સભ્‍યોએ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીની ત્રણ જગ્‍યાઓ માટેના ઉમેદવારો તરીકે (૧)જીજ્ઞેશ આર.જૈન (૨)વસંત વી.શાહ તથા (૩)તેજસ એ શાહને બીન હરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતા જયારે કાર્યવાહક સમિતિની ૧૩ જગ્‍યાઓ માટે ફકત ૧૩ ઉમેદવારી પત્રકો મળતાં (૧)વિપુલ શાહ પ્રમુખ (૨)દિલિપ શાહ ઉપપ્રમુખ (૩)પિયુષ શાહ જનરલ સેક્રેટરી (૪)જગતશાહ જોઇન્‍ટ સેક્રેટરી (૫)સુનીલ શાહ ટ્રેઝરર (૬)દિનેશ.સી શાહ જોઇન્‍ટ ટ્રેઝરર (૭)પ્રજ્ઞેશ શાહ મેમ્‍બરશીપ સેક્રેટરી (૮)પ્રદિપ શાહ ઝવેરી રીલીજીયસ સેક્રેટરી (૯)હીમેશ ઝવેરી રીલીજીયસ સેક્રેટરી (૧૦)ઉપ્રેન્‍દ્ર દલાલ ફુડ સેક્રેટરી (૧૧)રાજ એન શાહ જોઇન્‍ટ ફૂડ સેક્રેટરી (૧૨)હિતેશ એ શાહ ફેસીલીટી સેક્રેટરી અને (૧૩)મેઘના એ શાહ યુથ સેક્રેટરી તરીકે બીન હરીફ ચુંટાયેલા જાહેર થયા હતા.

 જૈન સોસાટી ઓફ મેટ્રોપોલીટ શિકાગોમાં જયારે જયારે પદાધીકારીઓની જગ્‍યાઓ ખાલી પડે છે ત્‍યારે અનેક ઉમેદવારો ચુંટણીના મેદાનમાં જંપલાવે છે પરંતુ બે વર્ષ પુર્વે કારોબારી સમિતિના હોદ્દેદારો તથા ચાલુ વર્ષે કોઇપણ વ્‍યક્‍તીઓએ વિશેષ પ્રમાણમાં ઉમેદવારી ન નોંધાવતા આનંદ અને રાહતની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

જૈન સોસાયટીના ૩૨ વર્ષના ઇતિહાસમાં ચાલુ વર્ષે હોદ્દેદારોની બીન તરીફ વરણી થતા ચુંટણી સમિતિના ચેરમેન પ્રબોધ વૈદ્ય તથા અન્‍ય સભ્‍યોમાં સંપ્રતિ શાહ, ડો મહેશ શાહ, ધીરેન સોલંકી તથા કેકીન શાહને આ અંગે પોતાના મંતવ્‍યો જણાવવા વિનંતી કરાતા તમામ ચુંટણી સમિતિના સભ્‍યોએ જણાવ્‍યુ હતુ કે જૈન સોસાયટીના ઇતિહાસમાં આ અવસર એક અદભૂત છે અને સુવર્ણ અક્ષરે અંકિત થશે. અમો તો એમ માનીએ છીએ કે આ સોસાયટીમાં ભવિષ્‍યમાં પણ હરિફાઇ વીના હોદ્દેદારોની વરણી થાય એમ ઇચ્‍છીએ છીએ કે જેથી તમામ સભ્‍યોમાં એક રાગીતા જળવાયેલી રહે અને અમેરીકામાં કાર્યવંત સંઘો પણ આવી પ્રવૃતિ કરે તે ઇચ્‍છવા જોગ છે તેમણે તમામ બીન હરીફ ઉમેદવારોને અભિનંદન આપી જૈન સોસાયટી આગામી વર્ષે તેના સીલ્‍વર જયુબીલી વર્ષની શાનદાર રીતે ઉજવણી કરે  એવી લાગણી વ્‍યક્‍ત કરી હતી.

ચાલુ વર્ષના અંતમાં હાલના બોર્ડ ઓફ ચેરમેન મુકેશભાઇ દોશીની મુદત પણ પૂર્ણ થતી હોવાથી આગામી જાન્‍યુઆરી માસમાં નવા બોર્ડ ઓફ ચેરમેનની વરણી થશે અને હાલમાં જે સાત ટ્રસ્‍ટીઓ છે તેમાં અતુલભાઇ શાહ આગામી બે વર્ષ માટે ચેરમેન તરીકેનું પદ ગ્રહણ કરશે એવુ ંહાલના વાતાવરણ પરથી લાગી રહ્યું છે અતુલભાઇ શાહ જૈનાનુ જે સંગઠન નેશનલ લેવલે કાર્ય કરે છે તેમાં ટ્રેઝરરનો હોદ્દો ધરાવે છે.

 

(10:01 pm IST)