Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં આવેલ વર્લ્‍ડ મની એક્ષચેન્‍જના માલિક અને સીઇઓ અનીલભાઇ શાહને મની એક્ષચેન્‍જના ક્ષેત્રે સુંદર અને વિશ્વાસપાત્ર કામગીરી કરવા બદલ શિકાગો બેટર બીઝનેસ બ્‍યુરો દ્વારા ચાલુ વર્ષે એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યોઃ ૩૦ વર્ષની ઉજ્જવળ કારકિર્દિમાં અગીયારમી વખત એવોર્ડ એનાયત કરાયોઃ છેલ્લા છ વર્ષથી પ્રતિ વર્ષે સુંદર કામગીરી બદલ ઉચ્‍ચ કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કરીને સમગ્ર શિકાગોમાં મની એક્ષચેન્‍જ ક્ષેત્રે અવ્‍વલ નંબરનું સ્‍થાન પ્રાપ્ત કર્યુઃ શુભેચ્‍છકો તથા સાથી મિત્રો દ્વારા અનિલભાઇ પર હેતની હેલી વરસી અને અભિનંદનનો ધોધ વહાવ્‍યો

સમગ્ર અમેરિકા તેમજ ઇલીનોઇ રાજય તથા શિકાગોમાં મની એક્ષચેંૅજ ક્ષેત્રમાં કાર્ય કરતી નાણાંકીય સંસ્‍થા તેના ૩૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. અને આ સમયગાળા દરમ્‍યાન આ સંસ્‍થાએ તમામ ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરેલ છે જેનો યશ તેના માલિક અને સીઇઓ અનિલભાઇ આર. શાહના ફાળે જાય છે. આ વર્ષે પણ ઇલીનોઇમાં બેટર બિઝનેસ બ્‍યુરો ધ્‍વારા નાણાંકીય ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

શિકાગોના ડાઉનટાઉન વિસ્‍તારમાં આવેલ વર્લ્‍ડ મની એક્ષચેંજના માલિક અનીલભાઇ શાહે અમારા પ્રતિનિધિની એક મુલાકાતમાં જણાવ્‍યું હતુ કે અમારા એક્ષચેૅજ છેલ્લા ૩૦ વર્ષથી સતત રીતે વિદેશી હુંડિયામણના ક્ષેત્ર એક સાથે સંકળાયેલી છે અને તે માત્ર ભારતીય કંપની છે તેથી તેને આ ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ ઇલીનોઇ રાજયની બેટર બિઝનેસ બ્‍યુરો ધ્‍વારા સતત અગીયારમી વખત બહુમાન કરવામાં આવેલ છે. અમેરીકામાં વ્‍યવસાય કરતા તમામ લોકો તથા ભારતીય પરિવારના તમામ સભ્‍યોનો આ એક્ષચેંજને સારો એવો સહકાર તેમજ સહયોગ પ્રાપ્‍ત થયેલ હોવાથી આ કંપની એ તમામ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરેલ છે અને તેણે જનતા સાથે મીલીયન્‍સ ઓફ ડોલર્સની લેણદેણ કરેલ છે.

તેમણે વિશેષમાં જણાવ્‍યુ હતું કે સામાન્‍ય રીતે ગ્રાહકો તથા શુભેચ્‍વકો અમારા એક્ષચેંજ માં નાણાકીય લેવડદેવડ અંગે દરરોજ આવે છુ અને તેની સાથે સાથે કેટલીક અગ્રણી બેંકો પણ અમો જે સેવાઓ આપીએ છીએ તેનો પણ લાભ લે છે. અમો અમારા કંપનીની અન્‍ય શાખાઓ પણ શરૂ કરવા માંગીએ છીએ અને તે તો અમો સહેલાઇથી કરી શકીએ તેમ છીએ પરંતુ વ્‍યકિતગત ધોરણે અમો અમારા રોજીંદા ગ્રાહકોને વધુ સેવા આપી શકાય અને તેમની ચાહના પ્રાપ્‍ત કરી વધુ  બીઝનેસ મેળવી શકાય એવો અમારો ધ્‍યેય હોવાથી અન્‍ય સ્‍થળાોેએ અમારી શાખા શરૂ કરવાનો વિચાર હાલમાં મુલ્‍તવી રાખેલ છે.

ભારત સરકારે હાલમાં આર્થિક ક્ષેત્રે જે હળવા નિયત્રંણોનો અમલ શરૂ કરેલ હોવાથી ભારતમાં પણ અમો એ પણ અમારી એક્ષચેંજ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેમા પણ બે નંબરી ધંધાના ઘણા આક્ષેપો બહાર આવતા અમોએ તે શાખા શરૂ કરવાનો નિર્ણય મૌકુફ રાખ્‍યો હતો.

અમારી એક્ષચેંજ ધ્‍વારા અમેરિકાના તેમજ કેનેડાના ડોલરનું સારા એવા પ્રમાણમાં આંતરિક લેવડ દેવડ થાય છે અને તે પ્રમાણે યુરો, જાપાનીસ યાન, હોંગકોંગ અને ઓસ્‍ટ્રેલીયન ડોલર્સની સારા એવા પ્રમાણમાં તેની લેવડદેવડ પણ કરવામાં આવે છે.

આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં ગુજરાત રાજયના સોજીત્રા શહેરમાં એકાઉન્‍ટીંૅગ ક્ષેત્રે ઉચ્‍ચ પદવી પ્રાપ્ત કરી અમેરીકા આવી એક એકાઉન્‍ટીંગ નાની પેઢીમાં જોડાયા પરંતુ ત્‍યાર બાદ તેમણે પોતાનો અલગ સ્‍વતંત્ર બીઝનેસ હોવો જોઇએ એવી લાગણી ઉત્‍પન્‍ન થતા તેમણે એકાઉન્‍ટીંગ અને ટેક્ષ કન્‍સલ્‍ટન્‍ટ નો એક બીઝનેસ શરૂ કર્યો. વ્‍યકિતથત તેમજ કોર્પોરેશનના અનેક એકાઉન્‍ટ છે અને  તેઓને જરૂરી સેવાઓ પુરી પાડવામાં આવે છે.

વર્લ્‍ડ મની એક્ષચેંજના માલિક અનીલભાઇ શાહ એકાઉન્‍ટંટ તરીકે કાર્ય કરતા હતા ત્‍યારે તેમના ગ્રાહકો પોતાના  નાણાં સલામત જગ્‍યાએ રોકવા ઇચ્‍છતા હતા અને આવી પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને તેમણે લગભગ તમામ ગ્રાહકોને કિંમતી ધાતુમાં નાણા રોકવા સુચના આપી અને ત્‍યાર બાદ આ માર્કેટ સારૂ વળતર આપતાં તેમણે જાતે જ સોને, ચાંદી અને પ્‍લેટીનમ જેવી કિંમતી ધાતુઓનો બીઝનેસ શરૂ કર્યો અને આજે તે તેમનું મુખ્‍ય અંગ બની જવા પામેલ છે. કારણ કે જો વિશ્વમાં મંદીના વાતાવરણનું સર્જન થાય તો તેની અસર સામાન્‍ય રીતે તમામ સ્‍તરે થાય છે. પરતુ કિંમતી ધાતુઓમાં તેની અસર નજીવી પ્રમાણમાં જોવા મળે છે. અને તેથી સામાન્‍ય રીતે જનતા સલામત રીતે પોતાનું રોકાણ જળવાઇ રહે તે માટે મોટે ભાગે કિંમતી ધાતુઓમાં રોકાણ કરતા થયા છે. એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું. વર્લ્‍ડ મની એક્ષચેંજના માલિક અનીલભાઇને પણ ચાલુ વર્ષે એવોર્ડ પ્રાપ્‍ત થતાં તેમના હિતેચ્‍છુ અને શુભેચ્‍છકો ફોન નંબર ૩૧ર-૪૮૦-૧૧૮૪ ધ્‍વારા અભિનંદન અને હેતની હેલી વરસાવી રહયા છે.

(9:56 pm IST)