Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સમીક્ષા હાઈલાઈટ્સ......

ફુગાવાનો દર ૪.૩થી ૪.૬ ટકાના દરે રહેવા અંદાજ

       મુંબઇ,તા. ૬ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અલબત્ત એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈ હાઈલાઇટ્સ નીચે મુજબ છે.

*   ટુંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રખાયો

*   કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા રાખવામાં આવ્યો

*   એસએલઆરને ૧૯.૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો

*   આરબીઆઈએ મોટાભાગના ચાવીરુપ રેટ યથાવત જાળવી રાખ્યા

*   રિવર્સ રેપોરેટને યથાવત ૫.૭૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો

*   બીજા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી દર ૪.૩થી ૪.૬ ટકા રહેવાનો અંદાજ

*   નાણાંકીય વર્ષ ૨૦૧૮માં દેશનો જીડીપી ૬.૭ ટકાના દરે વધવાની આગાહી કરી

*   જીડીપી ગ્રોથનો અંદાજીત દર ૬.૭ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો

*   પાંચ ત્રિમાસિક ગાળા બાદ પ્રથમ વખત અંદાજિત વિકાસ દરમાં સુધારો કરાયો

*   ફુડ અને ક્રૂડની કિંમતો પર આરબીઆઈની ચાંપતી નજર હોવાની વાત કરી

*   નજીકના ભવિષ્યમાં રિટેલ માર્કેટમાં કિંમતો ઘટવાની કોઇ શક્યતા નથી

*   છેલ્લી પોલિસી સમીક્ષા બાદ રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો

(7:34 pm IST)