Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઉર્જિત પટેલના નેતૃત્વમાં એમપીસી નિર્ણયો કરે છે

ટીમમાં આઈઆઈએમ અમદાવાદના ઢોળકિયા છે : રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ પ્રોફેસર પમ્પી દુઆ પણ સામેલ છે

મુંબઈ, તા. ૬ : આરબીઆની પોલિસી સમીક્ષાઆજે જારી કરવામાં આવી હતી. આરબીઆઈની એમપીસીમાં કોણ કોણ સભ્યો છે તેને લઇને હમેશા ચર્ચા થતી રહી છે. એમપીસીનું નેતૃત્વ આરબીઆના ગવર્નર ઉર્જિત પટેલ કરી રહ્યા છે. આ નીતિ સમિતિમાં જે સભ્યો રહેલા છે તેમાં ડેપ્યુટીર ગવર્નર વિરલ આચાર્ય, આરબીઆઈના ઓફિસર માઇકલ પાત્રા, ભારતીય આંકડાકીય સંસ્થાના ચેતન ભાટેજ, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકના પ્રોફેસર પમ્પી દુઆ અને આઈઆઈએમ અમદવાદના રવિન્દ્ર ધોળકિયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાપક વિચારણા બાદ નિર્ણય કરે છે. સર્વંસમતિથી તમામ નિર્ણય કરવામાં આવે છે. આજે પણ સમિતિમાં રહેલા પ્રોફેસર રવિન્દ્ર ઢોળકિયાએ ૦.૨૫ ટકાના ઘટાડાની તરફેણ કરી હતી પરંતુ બાકીના પાંચ સભ્યોએ તેમના મત સાથે સહમતિ દર્શાવી ન હતી જેથી રેટમાં ઘટાડો ટળ્યો હતો.

(7:30 pm IST)