Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017


મહાત્માની સમાધી રાજધાટ ઉપર દાનપેટીથી કોર્ટ નારાજ

નવી દિલ્હી, તા., ૬: હાઇકોર્ટે મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ ઉપર દાનપેટી  રાખવા ઉપર સખત પ્રતિક્રિયા આપી છે. કોર્ટે આ બાબતને મહાત્મા ગાંધીના અપમાન સમાન બતાવ્યું છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની ડબલ બેંચે રાજઘાટ સમાધી સમિતિને પુછયું કે આ દાનપેટી કોણે લગાવી છે? અને તેમાં જમા થતો પૈસો કયાં જાય છે? કેન્દ્રીય લોકનિર્માણ વિભાગે આના જવાબમાં કહયું કે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપીત હરીજન સેવક સંઘ દ્વારા આ પેટી લગાવવામાં આવી છે. શરૂઆતથી જ એકઠા થતા નાણા આ સંસ્થાને આપવામાં આવે છે. કોર્ટે કહયું કે, દાનપેટીને સમાધી સ્થળ પર રાખવી જોઇએ નહી. સમાધીનું સન્માન થવું જોઇએ અને તેની યોગ્ય દેખભાળ થવી જોઇએ. અરજદારના વકીલને જ રાજઘાટની દેખભાળ અને નાગરીક સુવિધાઓનું વિશ્લેષ્ણ કરવા કોર્ટે આદેશ કર્યો છે અને આ વિશ્લેષણ લોક નિર્માણ વિભાગના મુખ્ય અધિકારીને જણાવવા કહયું છે.

(4:43 pm IST)