Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

MRC એકઝીમનો SME IPO આજથી ખુલ્યોઃ ૮મીએ બંધ થશે

મુંબઇ તા. ૬ : ઈન્વેન્ચર મર્ચન્ટ બેન્કર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મુંબઈ, મહારાષ્ટ્ર પાસે મુંબઈ સ્થિત કંપની એમઆરસી એકિઝમ લિમિટેડનો પ્રોસ્પેકટસ નોંધાવ્યો છે અને ૩૦,૦૦,૦૦૦ ઈકિવટી શેરોના પ્રસ્તાવિત આઈપીઓ માટે તારીખ ૨૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ માન્યતા પ્રાપ્ત થઈ છે. ઈશ્યુમાં કંપનીની આશરે ૨૮.૭૯ ટકા પોસ્ટ ઈશ્યુ પેઈડ અપ ઈકિવટી શેરમૂડીનો સમાવેશ રહેશે. આ ઈકિવટી શેર દીઠ રૂ. ૧૦ના ફેસ વેલ્યુ સાથેનો ઈકિવટી શેરદીઠ રૂ. ૧૫નો નિશ્ચિત ભાવનો ઈસ્યુ છે. ઈશ્યુ રૂ. ૪૫૦ લાખનો છે.

અમે બજારમાં મોજૂદ દરેક તકનો લાભલેવા માગીએ છીએ અને અમારો વર્તમાન વેપાર અને પ્રોડકટનો પોર્ટપોલિયો વિકસાવવા અને બહેતર બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે હાલમાં ફેબ્રિકેશન અને ઉત્પાદન ઉદ્યોગમાંથી કોર્પોરેટ અને અન્ય ગ્રાહકોને સેવા આપી રહ્યા છીએ. બીએસઈ એસએમઈ મંચ થકી રાષ્ટ્રવ્યાપી દષ્ટિગોચરતા સાથે અમે અમારી અનલિસ્ટેડ સમોવડિયાઓથી આગળ વધવા માગીએ છીએ અને ઉદ્યોગમાં મજબૂત નામના નિર્માણ કરવા માગીએ છીએ, એમ એમઆરસી એકિઝમ લિમિટેડના એમડી શ્રી કીર્તિ કુમાર શાહે જણાવ્યું હતું.

એમઆરસી એકિઝમ વિવિધ ઔદ્યોગિક, ધાતુઓ અને લોહ અને સ્ટીલ સહિત એલોય ઉત્પાદનોના ટ્રેડિંગના વેપારમાં સંકળાયેલી છે. તે વૈવિધ્યપૂર્ણ પ્રોડકટ પોર્ટફોલિયો સાથેની મલ્ટી- પ્રોડકટ ટ્રેડિંગ કંપની છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૬ના છેલ્લા ત્રિમાસિકમાં ટ્રેડિંગ વેપાર શરૂ કર્યો હતો.

(3:55 pm IST)