Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

યુનિફોર્મ સિવિલ કોડ નહીં આવે, માત્ર દરેક ધર્મના પર્સનલ લોમાં ફેરફાર થશે

દરેક ધર્મની સમસ્યાઓને લક્ષમાં રાખી પર્સનલ લોમાં સુધારા-વધારા કરવામાં આવશે

નવી દિલ્હી તા. ૬: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને રદ કરવાની સંભાવના બંધારણની જોગવાઇઓના ભંગ સમાન હોવાનો અભિપ્રાય કાયદાપંચના અધ્યક્ષ જસ્ટિસ બલબીર સિંહ ચૌહાણે વ્યકત કર્યો હતો. જસ્ટિસ ચૌહાણે જણાવ્યું હતું કે 'પર્સનલ લોરૂપે વિીશષ્ટ કાયદાને હટાવી ન શકાય. એ કાયદાને બંધારણનું રક્ષણ હોય છે. UCC ને વાસ્તવિકતા બનાવવી અશકય છે. અમે કૌટુંબિક કાયદામાં દરેક ધર્મ અનુસાર ફેરફારોની ભલામણનો પ્રયાસ કરીશું. હિન્દુ કાયદા, મુસ્લિમ કાયદા, ક્રિશ્ચિયન કાયદા અને પારસી કાયદામાં આવશ્યક સુધારા ટુકડે-ટુકડે સૂચવવાની પદ્ધતિ છે. અમે દરેક ધર્મની સમસ્યાઓને લક્ષ્યમાં રાખીને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરીશું.'

કાયદા પંચના અધ્યક્ષે જણાવ્યું હતું કે બંધારણ હેઠળ જ અપવાદો ફાળવવામાં આવ્યા છે એ અપવાદોને માન આપવું જરૂરી છે. કારણ કે બંધારણે જ આદિવાસીઓ તથા અન્યો માટે અપવાદરૂપ જોગવાઇઓ ફાળવી છે. સિવિલ પ્રોસીજર કોડ અને ક્રિમિનલ પ્રોસીજર કોડમાં પણ અપવાદો છે. એથી આપણે બંધારણનું ઉલ્લંઘન કરી ન શકીએ  UCC કંઇ ઉઠેલ નથી અને એ કમ્પોઝિટ એકટ બની ન શકે. બંધારણને ભૂલી જાઓ અને એના છઠ્ઠા શેડયુલને હટાવી દેવાનું તમે ન કહી શકો. એનાથી લોકો પોતાના ભારત દેશ સાથેના સંબંધને પડકારશે.'

(3:54 pm IST)