Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

નરેન્દ્રભાઇના કામોનો કદરરૂપ 'જનાદેશ' કમળને ખિલવશે જ

વિરોધીઓના મોઢા પરિણામ સાથે જ સિવાઇ જવાનાઃ 'પરિવર્તન' નહિ પણ 'પૂનરાવર્તન'નો જ ફૂંકાતો પવન, ગુજરાતમાં ફરીથી ભાજપ સંભાળશે સતાનું સુકાન : 'વિકાસયાત્રા'માં સૌ સાથે, મતદારો ખોબલે-ખોબલે 'મતવર્ષા' કરી ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પૂર્ણ કરશેઃ આનંદીબેન પટેલનો અભય આશાવાદ મતદાન-પરિણામ પૂર્વે જ 'અકિલા ન્યુઝ લાઇવ'માં છલકાયો : લોકોના ન્યાય માટે કદી નથી કરી પાછીપાનીઃ ઓઢવ, નિકોલ આજુબાજુના ૨૬ ગામોના ખેડૂતોની ભૂલચૂકથી 'નવી શરત'માં મૂકાઇ ગયેલી જૂની શરતની જમીનોને પુનઃ જૂની શરતમાં ફેરવી ત્યારે અંદાજે ૨૦૦૦ કરોડ સરકારની તિજોરીમાં આવતા અટકી ગ્યા'તાઃ આનંદીબેન અગાઉની વાતો પણ ખુલ્લા દિલે વાગોળી : નરેન્દ્રભાઇની દિર્ઘદ્રષ્ટિ, સૌને સાથે લઇને ચાલવાનો અભિગમ શ્રેષ્ઠઃ સરકારના કર્મચારીઓને ટ્રેનિંગ થકી 'કર્મયોગી' બનાવવાની પ્રેરણા કરી નહિ ભૂલાય... : હસતા-હસતા સૌને શિખામણ આપવાની નરેન્દ્રભાઇની રિત સૌથી અનોખી...કામ પ્રત્યેનો જોમ-જૂસ્સો પણ ઉત્સાહ આપનારો : બે દાયકા પહેલાનું'ને અત્યારનું ગુજરાત જૂઓ કે તુરંત જ 'વિકાસ' નજરો નજર દેખાશે જ ભાજપમાં 'પરિવાર'ની ભાવના સાથે જ સૌ ઉત્સાહભેર કામગીરીમાં વ્યસ્તઃ સર્વાનુમતે તમામ નિર્ણયો લેવાતા હોવાની આનંદીબેનને ખુશી : નેતાગીરીથી નારાજગી કે અમિતભાઇ સાથેના મનદુઃખ વિશેના અહેવાલો કે વાતો આશ્ચર્ય પમાડનારાઃ પક્ષનું કામ સૌ સાથે મળીને કરીએ છીએ પછી નારાજગી શેની હોય ??

ગરિમાપૂર્ણ ગોષ્ઠિ...: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય શ્રીમતિ આનંદીબેન્ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને 'અકિલા ન્યુઝ લાઇવ' દરમિયાન અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્તમાન રાજકીય પ્રવાહ, વિવિધ સ્તરે ઉપસેલા સમીકરણો વર્ણવવા  સાથે જ ગરિમાપૂર્ણ ગોષ્ઠિમાં ભાજપની જીત પ્રત્યે અગાઉથી અભય આશાવાદ વ્યકત કર્યો હતો.તે તસ્વીરોમાં દર્શાય છે

રાજકોટ તા. ૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ જેમ-જેમ નજીક આવતો જાય છે તેમ તેમ એકબીજાને માત આપવા મેદાને જંગમાં કૂદેલા રાજકીય પક્ષોનું એડીચૌટીનું જોર વધે છે...તો મતદારોનો ઉત્સાહ પણ મનોમન વધવા લાગ્યો હોય જ...તેમાં કોઇ સવાલ જ નથી.

ભલે વિરોધીઓ દ્વારા 'વિકાસ'બાબતે મજાક થઇ રહી હોય, પણ સૌ ગુજરાતીઓ 'વિકાસયાત્રા'માં ભાજપની સાથે જ છે. મતદારો ખોબલે-ખોબલે મતવર્ષા સાથે જ ૧પ૦ પ્લસના ટાર્ગેટને પરિર્પૂર્ણ કરી નરેન્દ્રભાઇ મોદીના કામોનો કદરરૂપ 'જનાદેશ' આપશે'ને કમળ સોેળેકળાએ વિજેતાના રૂપમાં ખાલી ઉડશે જ...આ અભય આત્મવિશ્વાસ રૂપ શબ્દો છે ગુજરાતના પૂર્વ મંત્રી-ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય શ્રીમતી આનંદીબેન પટેલના.

હાલ વિરોધીઓ ભલે પરિવર્તન, પરિવર્તન કરી કૂદતા  હોય પણ ખરેખર તો 'પૂનરાવર્તન'નો  જ પવન ફુંકાઇ રહ્યો હોવાનો મતદાન-પરિણામ પૂર્વે જ અંદાજ લગાડી ભાજપની 'જીત' ૧૦૦ ટકા થશે જ તેવી આશા સેવી રહ્યા છ.ે

ગાંધીનગર ખાતે 'અકિલા ન્યુઝ લાઇવ' દરમિયાન અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ શ્રીમતી આનંદીબેન પટેલે રાજકીય સમીકરણો, દાવ-પેચ અને પક્ષો દ્વારા હરિફોને માત આપવા માટે અપનાવાતા વિવિધ નૂસ્ખા વિશે ખુલ્લા મને વાતો કરી હતી...

જેમાં સૌ પ્રથમ સવાલ ચૂંટણી નહિ લડવા મુદે સ્પષ્ટ કર્યું હતું કે, લગભગ ત્રણેક મહિના પહેલાજ હાઇકમાન્ડ સમક્ષ 'ના' પાડી દીધી હોવાથી મેદાનમાં ઉતરવાનો કોઇ પ્રશ્ન જ નહોતો...પણ 'આનંદીબેન ચુંટણી લડવાના' છે તેવા સમાચારો કોણે ચલાવ્યા ? તે ખબર નથી...કોઇ મિડીયા સાથે પણ વાત થઇ નથી નહોતી.

તો પક્ષમાં જ કેટલીક નેતાગીરીથી નારાજ છો? તેવા અવાર-નવાર આવતા અહેવાલો બાબતે કહેલ ક આવી બધી વાતો મારા કાન સુધી પહોંચે ત્યારે જરૂર આશ્ચર્ય પમાડે છે. હું શાના માટે નારાજ હોય ? નારાજગી જેવી કોઇ બાબત જ નથી જે કામગીરી અત્યાર સુધી કરતી હતી તે અત્યારે પણ ડરૂ જ છું.

એક વાત એવી પણ આવી હતી કે, ઉમેદવારો બહેનના ધાર્યા મુજબના નથી. તો એ બાબતે પણ કોઇ સાથે નારાજગી કે વિરોધ નહી હોવાનું સ્પષ્ટ કરી આગળ જણાવ્યું હતું કે, ર૦૧ર માં નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં જેટલા નકકી થયા હતા તે મોટા ભાગના તમામને ફરીથી ટિકીટો અપાય જ છે તો નારાજગી શેની ? પોત-પોતાના વિસ્તારમાં પાંચ વર્ષ દરમિયાન સારા કાર્યો કર્યા તેઓને રિપીટ કરાયા, તો સમીકરણો બદલાતા કેટલાકની ટિકીટો કપાઇ તે પણ સ્વાભાવિક છે. પાર્ટીએ તો તમામ સ્તરે વિચારીને જ ચાલવું પડે ને ?  ગુજરાતમાં છેલ્લા રર વર્ષથી ભાજપનું એકધારૂ શાસન છ.ે

તો હાલની ચૂંટણીમા એન્ટી ઇન્કમબન્સી અસર કરશે કે કેમ ? તે વિશે પ્રકાશ પાડયો હતો કે, પાર્ટી માટે કોઇને એ પ્રશ્ન નથી જ...કયાંક પ્રશ્ન હોય તો મંત્રી પદ માટે કે ધારાસભ્ય પદ માટે હોય. હા....કયારેક-કયારેક અમુક-અમુક જગ્યાએથી એવી ફરીયાદો આવે કે, પાંચ વર્ષમાં નેતાઓ અમને મળ્યા નહિ કે પછી અમારા કામો બાકી રહી ગયા. વગેરે..વગેરેે...ફરીયાદ કેટલીક જગ્યાએથી આવતી હોય છે. પણ 'વિકાસ'ને ધ્યાને રાખીને મતદારો જો વિચારે તો જરૂર સ્પષ્ટપણે સામે ગુજરાતની જ પ્રગતિ દેખાશે. ભાજપે રર વર્ષના શાસનમાં ઘણા બધા કાર્યો કર્યા છે... જેમ કે, ઠેક-ઠેકાણે પાણી પહોંચાડયું છે. રસ્તાઓ વ્યવસ્થિત રીતે નવા કર્યા છે, મઢાવ્યા છ.ે મહેસુલી કાયદા સુધાર્યા છે મહિલા સશકિતકરણ માટે જરૂરી પગલા ભર્યા છે...તો જયારે-જયારે જાહેરમાં ચર્ચા કરવા બેસો ત્યારે સૌ કહે જ છે કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં છેલ્લા બે દાયકામાં કામો ઘણા જ થયા છે. પણ વ્યકિગત અણગમો કે પછી કેટલાક કાર્યકરોને કયાંક સમયસર પણ નહિ મળવાની નારાજગી હોય તો કહેવાય નહિ...પણ મતદારો જયારે મતદાન મથક ઉપર પહોંચે ત્યારે સૌ નરેન્દ્રભાઇ અને ભાજપના સિમ્બોલ કમળને જોઇને જ મત આપે છ.ે તેમાં કોઇ સવાલ જ નથી...ત્યારે ર૦૧૭ ની ચૂંટણીમા પણ કોઇ જ ફેરફાર થશે નહિ' ને ફરીથી 'કમળ ખિલશે જ' તેવો પૂર્ણ વિશ્વાસ છ.ે

ચર્ચા દરમિયાન પરિવારનો દાખલો આપી ઉમેર્યું હતું કે, જેમ કોઇ પરિવારમાં કયારેક-કયારેક ટકરાવ-મતભેદ હોય પણ જયારે કુટુમ્બનો પ્રશ્ન આવે ત્યારે સૌ સહમતી સાથે એક થઇ જાય છે. બસ એવી જ રીતે ભાજપમાં પણ પરિવારની ભાવના સાથે જ સૌ કામ કરે છ.ેલોકશાહીમાં મતભેદ હોય શકે, પણ 'મતભેદ' કયાંય હોતો નથી. સર્વાનુમતે જ તમામ નિર્ણયો લેવાતા હોવાની ખુશી વ્યકત કરી આનંદીબેને સક્ષમ વહીવટદાર તરીકે ફરી સતાનું  સુકાન સંભાળશો કે કેમ ? તેવા પ્રશ્નનો જવાર પણ સ્પષ્ટપણે આપ્યો હતો કે, એ વિષય છે જ નહિ. કોને મુખ્યમંત્રી બનાવવા ? એ પાર્ટી નકકી કરતી હોય છે. ચૂંટાયેલા ધારાસભ્યોની સહમતિ થકી સર્વાનુમતે નિર્ણય લેવાનો હોય જે ચૂંટાશે તેમાંથી જ નરેન્દ્રભાઇ અને કેન્દ્રીય -રાજયના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વિવિધ ચર્ચા-વિચારણા બાદ સહમતી સાધી નિર્ણય લેવાશે.

હવે પક્ષમાં કોઇ મોટી જવાબદારી સંભાળશો? તે વિશે વાત આગળ ઘાવી હતી કે, મને જવાબદારી મળે કે નહિ ? એ પછીની વાત છે સૌ પ્રથમ હુ પાર્ટીની કાર્યકતા છુ'ને મારે એજ રીતે કાર્ય કરવાનું છે. કોઇ પદની લાલચ જ નથી.

તો વળી, અમિતભાઇ શાહ સાથેના કોઇ કારણસરના મનદુઃખ વિશે અવાર-નવાર અખબારોમાં પ્રસિધ્ધ થતા અહેવાલો વિશે કહેલ કે કોઇ મને કહેતુ નથી કે શા માટે મનદુઃખ છે ? કયાં મુદે મનદુઃખ છે ? લોકો ખોટે-ખોટા અનુમાનો કર્યે રાખે છે... કોઇ જ પ્રકારના મતભેદો કે મન ભેદો નથી. છેલ્લા ૩૦ વર્ષથી અમિતભાઇ સાથે કાર્યો કરૂ છું. જયારે-જયારે કોઇ આવી ચર્ચાઓ થાય ત્યારે-ત્યારે પણ સાથેજ કામગીરી થતી હોય તો પછી મનદુઃખ શેનું ?

હા...જો એકજ શહેરમાંથી ચૂંટાયા હોય તો ઠીક ણ હું પાટણમાંથી ધારાસભ્ય છું  જયારે અમિતભાઇ અમદાવાદના ધારાસભ્ય છે તો પછી કયારેય કોઇ વિકાસ-લોકકાર્યો કે ગ્રાન્ટ બાબતે પણ મનદુઃખ થવાનો પ્રશ્ન જ નથી રહેતો સંગઠન મંત્રી મંડળમાં પણ સાથે જ હોવાથી વિકાસ કાર્યો કર્યા છ.ે

દરમ્યાન રાજકીય ક્ષેત્રે પર્દાપણ બાદ યાદગાર નિર્ણયો બાબતે પણ ખુશી-ખુશી પ્રકાશ પાડયા હતો કે, સતા દરમિયાન અનેક નિર્ણયો લેવાયા છે. પણ સૌથી મહત્વની બાબતમાં છે છેલ્લા ૪૦ થી પ૦ વર્ષથી પેન્ડીંગ પડેલા કામોને ત્વરિત ધોરણે ઉકેલવાની કામગીરી જે તે વખતે હિંગળાજ  ગામે પ્રચાર કરવા ગયા ત્યારની વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ત્યારે તમામ ગ્રામજનોએ ખુશી-ખુશી અમે તો ભાજપ તરફી જ છીએ'ને ભાજપને જ મત આપવાની ખાત્રી સાથે એવો સવાલ પણ કર્યો હતો કે, અમારી, જમીનો જુની શરતી છે. જયારે-જયારે ''એનએ કરાવવા જઇએ છીએ ત્યારે જે તે સબંધિત અધિકારીઓ જમીનોને નવી શરતની ગણાવે છે...સ્વાભાવિક પણે નવી શરતની જમીનોમાં પ્રિમીયમ ભરવુ પડતું હોવાથી તે સામાન્ય ખેડુતોને લાખો રૂપિયાનો ખર્ચ પોસાય તેમ નહોતો....આવા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું મનોમન વિચારી ચુંટણી પછી મળવાનું કહ્યું હતું...જેથી ચુંટણી પૂર્ણ થઇ કે પછી ગામના ૮ થી ૧૦ કાર્યકરો મળ્યા ત્યારે ડોકયુમેન્ટ જોયા તો ખબર પડી કે  જુની શરતની જમીનો હોવાના કોઇ પુરાવા નહોતા પણ વચન આપ્યા મુજબ કામગીરી આગળ ધપાવી કલેકટર કચેરીએ તપાસ કરાવી પછી એકાદ મહિના બાદ ઓઢવ નિકોલ ગામના લોકો પણ સામે આવ્યા કે, અમારે પણ એવો જ પ્રશ્ન છે..તો એક પછી એક ગામના લોકો આવતા તપાસમાં ખુલ્યુ કે, એક-બે નહિ પણ એક સાથે ર૬ ગામનો એ જ પ્રશ્ન હતો... જો કે, ડોકયુમેન્ટ તંત્ર પાસે નહોતા, પણ મને મનોમન પૂર્ણ ભરોસો હતો કે, આટલા વર્ષોથી જે તે ગામના લોકો જમીનો વાવે છે. તો કંકઇ તો સત્ય હશે જ...ને એ આધારે જ વિવિધ સ્તરેથી રેકર્ડ કઢાવ્યા...જેમાં નિકોલનો રેકર્ડ ૧૮પ૬ નો હતો ટાઇપ કરેલો સંપૂર્ણપણે ગુજરાતી હતું તેમાં ખાતેદારના પિતા-દાદાના નામ સાથે પુરે પુરા નામ સાથે લખ્યું હતું કે, 'જૂની શરતની જમીન છે.' તમામ ગામના રેર્ડ આવ્યા પછી સંબંધિત વિભાગને કામે લગાડયું...૧૯૪૭-પ૦ પહેલાનું રેકર્ડ છે તો તે જુની શરતમાંથી નવી શરતમાં કેવી રીતે થયું ? તે તપાસો..સૌ પ્રથમ પ્રમોલગેશન ૧૯પ૦ માં થયું ત્યારે જુની-શરત, જુની શરત અને નવી શરત, નવી શરત કરતા-કરતા ભૂલમાંને ભુલમાં જે તે વખતે 'નવી શરત' એમ લખાઇ ગયું હતું. ત્યાર પછી જીઆર કરીને કેટલા ગામોમાં આવો પ્રશ્ન છે ? તે સામે લાગ્યા...જે તે લાભાર્થીને ન્યાય અપાવ્યો.જુની શરતની હોવાથી કોઇએ પ્રિમીયમ ભરવામાંથી સૌને 'મુકિત' મળતા જ સરકારને પણ અંદાજીત ર૦૦૦ કરોડની આવક ઓછી થઇ હતી પણ ખેડુતને ન્યાય અપાવવામાં જ અગ્રેસર રહ્યાનો આનંદ છે.

હવે જયારે -જયારે જે તે લાભાર્થીના ગામમાં પ્રવેશ ત્યારે-ત્યારે ખેડુતો દિલથી આવકારે છ.ે આવી એકજ સમસ્યા નથી પણ આવી જ રીતે અનેક લોકોની વર્ષો જુની સમસ્યાનો સુખદ ઉકેલ લાવ્યાની ખુશી આનંદીબેને વ્યકત કરી હતી.

તેવીજ રીતે અન્ય એક સવાલ...નરેન્દ્રભાઇ સાથે વર્ષોથી કાર્ય કર્યું છે...તો કંઇ શાસન સિધ્ધિ થકી તેઓ છેક વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા ? તેવિશે જણાવેલ કે, તેમની દિર્ધદ્રષ્ટિ છે. તમામને સાથે લઇને ચાલવાનો અભિગમ શ્રેષ્ઠ છ.ે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપી કર્મચારીને બદલે 'કર્મયોગી' બનાવવા માટે હમેશા પ્રેરણા આપતા રહેછ.ે

આપણે જે કામ કરીએ છીએ તે કામ જનતાના હિત માટે છે ગરીબના હિત માટે છ.ે તે ભાવ દરેકમાં ઉત્પન્ન કરવા હમેંશા પ્રયત્નશીલ રહે છ.ે

એવી જ રીતે શું કરવું જેવું છે ? કંઇ યોજના કયાં લોકો માટે ઉપયોગી છે ? તે વિચારી શું મળ્યું છે , શું-શું બાકી છે ? તેવું અપાવવા માટે પણ જે તે લાભાર્થીઓ, લોકોને બોલાવી પ્રશ્નો સાંભળવા અને ઉપાયો પણ એજ લોકોના મોઢેથી સાંભળવાની રીત સૈથી અલગ જ વ્યકિતત્વ નિખારનારી છે. 

જેતે કાર્યોના ઉદ્દઘાટન વખતે સંબોધન કરે કે તમારી સુવિધા તમને મળી છે જો હજુ કંઇ બાકી હોય તો જરૂર મને જણાવશો. એવી જ રીતે મંત્રીઓને પણ ટીમવર્ક તરીકે જોઇ સલાહ-સુચન પણ આપે... જેમ કે પત્રકાર પરિષદ કેવી કરવી ? મુદા કંઇ રીતે લેવાના ? કોઇ પત્રકારનો જવાબ આપવા...નરેન્દ્રભાઇએ કદી 'જશ' લેવાનું વિચાર્યુ નથી એવી તમામ પ્રકારની ઝીણામાં જીણી બાબતો વિશે સમજણ આપે છ.ે તો વળી એમ પણ કહેતા કે, સરકારમાં પ્રવકતા એકજ હોય છે કોઇ બાબતે એજ બોલશે.

સૌથી મોટી વાત એ છે કે, મંત્રી મંડળની ચર્ચા હજુ સુધી કોઇ દિવસ બહાર પ્રસરવા નથી લાગી તે સૌથી મોટી સિધ્ધ...પોતે હસતા-હસતા શિખામણ આપતા જતા હોવાથી કોઇ દિવસ કોઇને ખોટુ પણ ન લાગે.

આનંદીબેને કહયું હતું કે, મહત્વની બાબત જોઇએ તો નરેન્દ્રભાઇ રાત્રે ૧ર વાગ્યા સુધી કામ કરે તો પણ એવું નહોતું લાગતુ કે અડધી રાત થઇ તો પણ કામને છોડતા નથી... ઉલ્ટાનું નરેન્દ્રભાઇનો જોમ-જુસ્સો જોઇ અન્ય મંત્રીઓ, અધિકારીઓને પણ પ્રજાલક્ષી કાર્યો કરવાની પ્રેરણા મળી છે.

ચર્ચામાં વિવિધ સવાલો સાથે જ પૂછાયેલા પ્રશ્ન .. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ દ્વારા ગુજરાતમાં ૧પ૦થી પણ વધુ બેઠકોનો લક્ષ્યાંક રખાયો છે, તો તમારૂ શું માનવું છે ? તે વિશે ઉમેર્યું હતું કે, એ લક્ષ્યાંકને સિદ્ધિ કરવા કાજે ભાજપે તમામ પ્રયાસો આદરી દીધા જ છે.. ભાજપના કાર્યો સૌ લોકો માટે સારા જ છે, તો જરૂર પ્રજા કમળને જ સ્વીકારી રાજયમાં કેસરીયો ઉત્સવ સર્જાવી દેશે.

આ ઉપરાંત ચર્ચા વખતે મહિલાઓના પ્રશ્ને ઘરમપુરની મુલાકાતને ટાંકીને આનંદીબેને જણાવ્યું હતું કે જેતે સમયે ત્યાં એકદમ નવી નક્કોર ગાડી લેવા આવી ત્યારે તેના બેસતાની સાથે જ પૂછયું કે નવી ગાડી કયારે ખરીદી તો કાર્યકરે ખુશખુશાલ ચહેરે જવાબ આપ્યો કે.. જીએસટીને કારણે રૂા. પ લાખનો ચોખ્ખો ફાયદો થયો છે. રપ લાખની ગાડી ર૦ લાખમાં મળી.

જીએસટીનો ફાયદો સૌ જાણે જ છે તો બીજી તરફ સૌ શરૂઆતના તબકકામાં વિરોધ પણ કરતા હોય છે. ફાયદા કેમ કોઇ લોકો સમક્ષ વર્ણવાતા નથી ? તેવો અણિયારો સવાલ કરી એવું પણ સ્વીકાર્યું હતું કે કયાંક જીએસટીને કારણે પ્રશ્નો પણ સર્જાયા છે પણ જેને સમયની રાહ જોયા વિના માત્ર વિરોધ જ કરવો છે તેને કોણ સમજાવે ?.. મને પૂર્ણ ભરોસો છે કે જીએસટી સૌના ભલા માટે જ છે.. સમય આવ્યે આપોઆપ અત્યારે વિરોધ કરે છે તેના કરતા અનેક ગણા લોકો તો વળી ૧૦% જેટલી મહિલાઓને ભાજપે ટિકીટ નથી આપી તો તમારૂ મંતવ્ય શું છે ? વિશે આનંદીબેને વર્ણવ્યું હતું કે, ઘણી વખત જે તે સીટની પરિસ્થિતિ રાજકીય પરિબળો ઉપર ચર્ચા-વિચારણા કર્યા બાદ જ નિર્ણયો લેવાના હોય છે.. તો એકાદ-બે સ્થળે ટિકીટ કપાઇ છે.

જોકે ઉમેદવારની ઇમેજ, કામગીરી જેવા પરિબળો પણ કામ કરતા હોય છે. ઘણી વખત મેયર, જીલ્લા પંચાયત પ્રમુખ જેવા પદો શોભાવ્યા બાદ પણ જે તે મહિલા અગ્રણીઓને ફરી એવા પદ કે ટિકીટ મળતી નથી. તો આવા સમયે મહિલાઓની સક્રિયતા ઘટતી જોવા મળતી હોય છે, પરંતુ હું આશા રાખું છું કે આવી પરિસ્થિતિ વચ્ચે પણ જે તે મહિલા અગ્રણીઓએ સક્રિયતાને ધીમી કરવાને બદલે વધુ તેજ કરવી જોઇએ. જયાંથી ચૂંટાયા હોય ત્યાં થોડીક વધારે કામગીરી થવા માંડશે તો આપો આપ મહિલાઓની ટીકીટોમાં વધારો થયા વિના રહેતો જ નહિ. વધુમાં કહેલ કે, પહેલા મહિલાઓને મહિલા બાળ કલ્યાણ વિભાગ જેવા ખાતા સોપાતા હતાં પણ નરેન્દ્રભાઇએ મહિલાઓને સંરક્ષણ, વિદેશ મંત્રાલય જેવા મોભાદાર ખાતાઓ સોંપી પુરૂષોમાં વર્ષોથી રહેલી માનસિકતાને થોડી તોડી નાંખી તે સારી વાત છે.. ખરેખર બહેનોમાં સક્રિયતા, સક્ષમતા છે તો મહેનત કરનાર આગેવાનો જરૂર આગામી સમયમાં આગળ આવશે.

આનંદીબહેને ચર્ચા દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ઉદેશીને એવી પણ અપેક્ષા વ્યકત કરી હતી કે ભવિષ્યમાં બહેનોને પુરેપૂરૂ ૩૩ ટકા પ્રતિનિધિત્વ અપાય તો ગોળથીયે પણ ગીળ.

ચર્ચાના અંતિમ પડાવમાં બહેનોને ઉદેશીને પણ કહ્યું હતું કે બહેનો જો સક્ષમતાથી કામ કરી ગામડાઓમાં ફરી સરકારની વિવિધ યોજનાઓને પ્રજા સમક્ષ પહોંચાડશે તો જરૂર પક્ષ ટિકીટો ફાળવશે જ તેમાં કોઇ બેમત નથી.

...ને પછી સૌને સમજાશે કે જીએસટીનો ખોટો વિરોધ કરતા'તા

ગુજરાતમાં કોઈપણ રીતે કોંગ્રેસ ફાવશે જ નહિ : નરેન્દ્રભાઈના લોકહિતકારી નિર્ણયોની જરૂર વાહ..વાહ... થશે

'અકિલા ન્યુઝ લાઈવ' દરમિયાન પૂછાયેલા ગુજરાતની ચૂંટણીમાં નિર્ણાયક પરિબળો કયા હશે ? સવાલ મુદ્દે આનંદીબેને કહેલ કે, ભાજપે તો વર્ષોથી 'વિકાસ'ના મુદ્દાને જ ધ્યાનમાં રાખ્યો છે... કયારેક - કયારેક કોઈ 'જનોઈ'વાળા જેવા પ્રશ્નો આવી ચડે તો માત્ર રમુજ માટે ઉલ્લેખ કરી લેવાય છે, પરંતુ મેઈન મુદ્દો તો વિકાસ જ હોય. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકારોએ વિકાસ કર્યો છે.

એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી મળેલી જ્વલંત જીતનો મુદ્દો ગુજરાતમાં પણ જન માનસ ઉપર અસર કરી ભાજપ માટે 'જીત' આપનાર સાબિત થઈ પુનરાવર્તન સ્થાપશે ? ત્યારે કહેલ કે, ચોક્કસ ભાજપ જ જીતશે કેમ કે, કોંગ્રેસ યુપીમાં પણ બે મુદ્દા નોટબંધી, જીએસટી મુકેલા. પરંતુ લોકોએ સત્ય સિવાય કાઈ સ્વીકાર્યુ નથી... તો ત્યાં અસર થઈ નથી. તો ગુજરાતમાં તો કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ ફાવવાની જ નથી...

હા... વર્તમાન સમયમાં ભલે જીએસટી મુદ્દે લોકોને લાગે કે થોડુ અઘરૂ છે પણ સમય જતા તો નરેન્દ્રભાઈના નિર્ણયો ફાયદાકારક જ છે એવુ સૌ સો ટકા સ્વીકારવા લાગશે.. એવા વિશ્વાસ સાથે આનંદીબેનનું કહેવુ છે કે, જીએસટીના નિર્ણય સામે કોઈને વાંધો નથી. માત્ર ટેકનોલોજી સામે વાંધો છે. સૌ સારા વાના થઈ જશે એટલે વિરોધ કરનારાઓને જ સમજાશે કે, આપણે તો ખોટો વિરોધ કરતા હતા.

...જેનુ ચારિત્ર્ય જ ખુલ્લુ પડી ગ્યુ એને પાટીદાર સમાજ સ્વીકારે પણ ખરો ??

જનતાને સાચી દિશા તરફ વાળે એ જ નેતા... નહિ કે, પોતાના 'ફાયદા' ખાતર કૂદવાવાળા : નામ લીધા વિના જ પૂર્વ મુખ્યમંત્રીએ 'પાસ' સામે તાંકયુ તીર

'અકિલા' ન્યુઝ લાઈવ' દરમિયાન એક પછી એક સવાલોનો દોર આગળ વધતો ગ્યો તેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 'પાટીદાર ફેકટર'ની અસર કેવી રહેશે ? તે વિશેના સવાલનો જવાબ આપતા આનંદીબેને કહેલ કે, સમાજના વડિલો તો સૌ સમજે જ છે કે, ૨૦ વર્ષ પહેલા ગુંડાગીરી કેવી હતી ? વાતની વાતમાં ધમાલ મચાવીને જાહેર મિલ્કતને સળગાવી દેવાનું, અવાર-નવાર અશાંતિભર્યુ વાતાવરણ સર્જવા જેવુ બધુ ચાલતુ હોવાથી જે તે સમયે તો ગુજરાતમાં શાંતિ હતી જ નહિ... ત્યારે 'પાસ'નું નામ લીધા વિના સીધુ તીર તાંકી સ્પષ્ટપણે જણાવી દીધુ હતુ કે, હાલ તો ૨૦ થી ૨૫ વર્ષના જૂવાનિયાઓ આંદોલન ચલાવે છે... ૨૦ થી ૨૫ વર્ષથી ગુજરાતની પરિસ્થિતિ તેઓએ જોઈ જ નથી. કોંગ્રેસ ચૂંટણીમાં રાજકીય ફાયદા ખાતર જ મદદ કરી રહી છે.

નેતાગીરી કરવી એના કરતા નેતા બનવામાં ઘણો મોટો ફરક હોવાનો ઉલ્લેખ કરી આગળ વર્ણવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજી નેતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ નેતા હતા. ડો. બાબા સાહેબ આંબેડકર નેતા હતા. સુભાષચંદ્ર બોઝ નેતા હતા.

જેનુ ચારિત્ર્ય પણ જનતા સામે આવ્યું છે તેઓને પાટીદારો સ્વીકારશે પણ ખરા ? તેવો ટોણો મારી કહેલ કે, જનતાનું કામ કરવું, જનતાને સાચી દિશા તરફ વાળવા એ નેતાનું કામ છે... નહિ કે, પોતાના અંગત લાભ માટે ખોટા-ખોટા મુદ્દા ઉપસાવી ભડકાવવાનું ?

હા...શરૂઆતના તબક્કામાં આંદોલનનું લક્ષ્ય હતુ, પરંતુ હવે લાગે છે કે, લક્ષ્ય જાણે બદલાઇ ગયુ હોય તો હવે પાટીદારોમાં મોટાભાગે કોઇ અસર કરે તેવુ લાગતુ નથી.

એવી જ રીતે બક્ષીપંચ સમાજ સાથે પણ વર્ષોથી કામગીરી કરી છે. મને જીતાડનારા છે. એમને પણ લાગે છે કે, ભાજપના આવ્યા પછી જ લોકોના કામો થયા છે...તમામ સમજે છે કે કામો કોણે કર્યા છે ? કોણ મળે છે ?

સાથે-સાથે ભાજપ સરકારની માં અમૃતમ કાર્ડ ભાજપ સરકારની યોજના વિશે પણ વિગતો વર્ણવી હતી કે, હવે યોજના થકી નાના-નાના બાળકોના નિઃશુલ્કપણે ગંભીર રોગોમાં થતા ઓપરેશનોથી અસંખ્ય ગરીબ માતા-પિતાના ચહેરા ખુશ જોઇ અનહદ આનંદ થાય છે.

તેવી જ રીતે રાજય સરકાર દ્વારા ઉઘરાવાતા ટોલટેક્ષ સંપુર્ણપણે નાબુદ કરવાથી વાહન ચાલક વર્ગમાં રાહતની લાગણી પ્રસરી હોવાની ખુશી દર્શાવી હતી.

હા...સૌ કોઈ થાકે, પણ નરેન્દ્રભાઈના મોઢેથી 'થાક' શબ્દ સાંભળ્યો જ નથીઃ

દૈવી શકિતની તાકાત નહિ તો બીજુ શું ?

વડાપ્રધાન ધાર્મિક સ્થળોએ દેખાડા ખાતર નહિ...ખરા દિલ-પૂર્ણ શ્રધ્ધાભેર ભગવાન-માતાજીને શિશ ઝુકાવતા હોવાનો વિશ્વાસ

ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથેની મુલાકાત વખતે 'અકિલા ન્યુઝ લાઈવ' દરમિયાન નરેન્દ્રભાઈ મોદીના સંસ્મરણોને ટાંકીને 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ સૌ પ્રથમ વખત કહેલ કે, એવી એક વાયકા છે કે, નરેન્દ્રભાઈ ઉપર અસ્તિત્વની જબરી કૃપા છે. એમનું કયાંય ખરાબ થવાનું હોય તો તે આપોઆપ અટકી જાય છે. સાધુ-સંતોના તો આશિર્વાદ છે જ.. તો ચરાડવા સ્થિત ૧૨૧ વર્ષના પૂ. દયાનંદગીરીબાપુની શકિતની વાતનો ઉલ્લેખ કરી જણાવેલ કે, તેઓ નરેન્દ્રભાઈના ચાહક છે.

જો કોઈ નરેન્દ્રભાઈ વિરૂદ્ધ બોલે તો તુરંત જ નારાજગી દર્શાવવા લાગે... તેઓ કોઈ દિ' નરેન્દ્રભાઈને મળ્યા નથી કે, મળવાના પણ નથી છતાયે જબરો પ્રેમભાવ વ્યકત કરે છે.

એવી જ રીતે દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન તૈયાર રાખેલા સવાલો બાબતનો ઉલ્લેખ કરી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ જણાવેલ કે, મળ્યા પહેલા વિવિધ મુદ્દે ૫ થી ૧૦ સવાલો પૂછવાનુ નક્કી કર્યુ હતું... પણ કોણ જાણે કેમ નરેન્દ્રભાઈની વાતો સાંભળી એટલુ આશ્ચર્યચકિત થઈ જવાયુ કે, સવાલો કરવાનું યાદ જ રહ્યું નહિ... બહાર નિકળતી વખતે યાદ આવ્યું કે, જે સવાલો કરવાના હતા તે તો સાવ ભૂલાય જ ગયા. તો એમનામાં કંઈક આધ્યાત્મિક કે દૈવી શકિતના આશિર્વાદ છે જ, તો આપને શું લાગે છે ? ના જવાબમાં આનંદીબેને કહેલ કે વાત સાવ સાચી છે. જેમાં વિપક્ષી તરફથી ઉઠાવાતા વિવિધ ગરમાગરમ મુદ્દાઓ ઉપર પણ કોઈ દિવસ મનોમન ગુસ્સે થતા જોયા નથી, પરંતુ એકદમ શાંત ચિતે જ કહેતા કે, સૌ સારા વાના થઈ જશે. આપણે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપણે તો આપણા કામ ઉપર જ ધ્યાન રાખવું. સાચી દિશા-સાચુ કામ હોય તો પરમાત્મા ચોક્કસપણે મદદ કરે જ છે.

ધાર્મિક બાબતે નરેન્દ્રભાઈને ભગવાન-માતાજીમાં શ્રધ્ધા ખરી? નો પ્રશ્ન પૂછાતા જ આનંદીબેન બોલ્યા હતા કે બહુ લાંબી મને ખબર નથી પણ હા... નવરાત્રિમાં નવેનવ દિવસ નકોરડા ઉપવાસ હોય તો પણ નિયમિત રીતે રોજબરોજની જેમ જ કામમાં પરોવાયેલા હોય અત્યાર સુધી કોઈ સભા કે કાર્યક્રમને પણ પાછા ઠેલવ્યા નથી... સતત કામમાં વ્યસ્ત હોવા છતાયે કોઈ દિવસ ચહેરા ઉપર થાક જોવા નથી મળ્યો... ત્યારે એવી તાકાત તો પરમાત્માની કૃપા સિવાય તો શકય નથી જ.

વળી, એમ પણ ટાંકયુ હતુ કે, કોઈ મંદિર કે ધાર્મિક સ્થળોએ જઈને દેખાડો કરવાવાળા તેઓ નથી. તેઓ (નરેન્દ્રભાઈ) મંદિરે ખરા દિલથી, પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન કે માતાજીને શિશ નમાવવા જ જાય છે.

ઘણીવાર કોઈ નેતાઓ ખાસ કરીને ચૂંટણી સમયે ટિકીટ કે પદ માટે મંદિરે પૂજન, અર્ચન, દર્શન કરતા જોવા મળે... પરંતુ નરેન્દ્રભાઈ સૌથી જુદા જ છે... કોઈ સ્વાર્થ વિના માત્રને માત્ર ભગવાન કે માતાજીના મંદિરે આશિર્વાદ પ્રાપ્ત કરવાની શુભ ભાવનાથી જ જતા હોય છે તે સૌથી શ્રેષ્ઠ વાત છે.

(6:18 pm IST)