Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017


મધ્ય પ્રદેશમાં દીકરીનાં લગ્નની કંકોતરી બનાવી આધારકાર્ડ જેવી

ભોપાલ તા.૬ : સરકાર દરેક ચીજને આધાર-કાર્ડ સાથે જોડવાની સલાહ આપી રહી છે ત્યારે મધ્ય પ્રદેશમાં કટણી જિલ્લાના વિલાયતકલા ગામમાં રહેતા વીરેન્દ્ર તિવારી નામના એગ્રિકલ્ચરિસ્ટે પોતાની દીકરીનાં લગ્નની કંકોતરીની ડિઝાઇન આધાર-કાર્ડ જેવી છપાવી છે.

દસ ડિસેમ્બરે દીકરી વિભાનાં લગ્ન છે અને એ માટે તેમણે ટ્રેડિશનલ કંકોતરીને બદલે એક જ પાનાના આધાર-કાર્ડ જેવી આમંત્રણ પત્રિકા છપાવી છે. વીરેન્દ્ર તિવારી શાદી સુવિધા કેન્દ્ર પણ ચલાવે છે અને લગ્ન દ્વારા સામાજિક સંદેશાઓનો પ્રચાર થાય એવી થીમ લગ્નની વિધિમાં વણી લેવાનો આગ્રહ ધરાવે છે. વીરેન્દ્રભાઈએ આ કંકોતરી છપાવી એની પાછળ આધાર-કાર્ડ વિશે જાગૃતિ ફેલાવવા ઉપરાંત કાગળનો બચાવ કરવાનો આશય પણ હતો. આધાર-કાર્ડના નંબરની જગ્યાએ લગનની તારીખ છે.

થોડાક સમય પહેલાં તેમના પિતાના અવસાન થયું ત્યારે બેસણું રાખવાને બદલે તેમણે ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરેલો. વીરેન્દ્રની પોતાની વર્ષગાંઠ ૩૦ ઓકટોબરે હતી. એ દિવસે તેમણે દહેજમુકત અભિયાન ચલાવ્યું હતું.

(3:49 pm IST)