Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

નિકાસકારો માટે ૮૪૫૦ કરોડની રાહતની જાહેરાત

નિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્ધેશ્ય : પાંચ વર્ષોની ફોરેન ટ્રેડ પોલિસીની સમીક્ષા વેળા જાહેરાત

નવી દિલ્હી,તા. ૬ : સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે વધુ પગલાની જાહેરાત કરી છે. નિકાસને પ્રોત્સાહન આપવા વધારે શ્રમની જરૂરીયાતવાળા સેક્ટરોમાં રોજગારીની તકોને વધારી દેવા માટે પગલા લેવામાં આવ્યા છે. રોજગારીને વધારી દેવા માટે કુલ ૮૪૫૦ કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરવામાં આવી છે. પાંચ વર્ષોની ફોરેન ટ્રેડ પોલિસીને વર્ષ ૨૦૧૫માં અમલી કરવામાં આવી હતી. લેધર, ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર પ્રોડક્ટસ અને કાર્પેટસ માટે રાહતને બે ટકાથી વધારીને ચાર ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિકાસકારોની મુડી ન ફસાય તે માટે સરકારે પહેલી એપ્રિલ ૨૦૧૮થી ઇ-વોલિટ શરૂ કરવાની યોજના બનાવી છે. જીએસટી પર નિકાસકારોની મદદ કરવા માટે પણ નિષ્ણાંતોની એક ટીમ બનાવવામાં આવી છે. ૧૫ મહિના બાદ પ્રથમ વખત ઓક્ટોબરમાં નિકાસમાં ઘટાડો થયો છે. ત્યારે નિકાસ ૧.૧ ટકાનો ઘટાડો થયો હતો. ઓક્ટોબરમાં નિકાસ ઘટીને ૨૩.૧ અબજ ડોલરની નીચી સપાટી પર પહોંચી ગયો છે. નિકાસકારોનુ કહેવુ છે કે નવેમ્બર મહિનામાં નિકાસમાં ઘટાડો થયો છે. નિકાસમાં ઘટાડો થવા માટે જીએસટીને મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. ગયા મહિનામાં વેપાર ખાદ્ય છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે વધઘીને ૧૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. મોદી સરકાર નિકાસકારોને મોટી સંખ્યામાં રાહત આપવાનો નિર્ણય કરી ચુકી છે. જીએસટી અને નોટબંધીના કારણે નિકાસમાં ઘટાડો થયો હતો.

(12:47 pm IST)