Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગુજરાત ચૂંટણીઃ પાટીદારોનાં બે મંદિર પર સૌની નજર

ખોડલધામ અને ઉમિયા ધામ... પાટીદારોના ગૌરવ અને તાકાતના પ્રતિક

નવી દિલ્હી તા. ૬ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ટૂંક સમયમાં થશે અને લોકોની નજર રાજયનાં બે મંદિર પર ટકેલી છે. આ મંદિર પાટીદાર સમાજના ગૌરવ અને તાકાતનું પ્રતીક છે અને સમાજમાં તેમનો ઘણો પ્રભાવ છે. રાજકોટ જિલ્લાનું ખોડલધામ મંદિર અને મહેસાણા જિલ્લાનું ઉમિયાધામ મંદિર વિધાનસભા ચૂંટણીઓ માટેના મતદાન પહેલાં રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બની ગયાં છે.

ખોડલધામ મંદિરનું નિર્માણ પાટીદાર સમાજની લેઉવા જ્ઞાતિએ જયારે ઉમિયાધામ મંદિરનું નિર્માણ કડવા જ્ઞાતિએ કરાવ્યું છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, 'આ મંદિર સંબંધિત સમૂહોનું ગૌરવ અને સત્ત્।ાનું કેન્દ્ર બની ચૂકયાં છે. ખોડલધામ મંદિરના બે ટ્રસ્ટી દિનેશ ચોવટિયા તથા રવિ આંબલિયા કોંગ્રેસની ટિકિટ પરથી અનુક્રમે રાજકોટ દક્ષિણ અને જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.' શ્રીખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશભાઇ પટેલે અનામત આંદોલન કરનારા નેતા હાર્દિક પટેલ સાથે ગયા અઠવાડિયે જ મુલાકાત કરી હતી. જોકે પાટીદાર ઓર્ગેનાઇઝેશન દ્વારા ગઇકાલે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ જાહેરાત પછી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ખોડલધામના ચેરમેન પરેશભાઇ ગજેરા, હંસરાજભાઇ ગજેરાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઇપણ પક્ષની ફેવર કે અનફેવર કરતા નથી.

અન્ય એક ટ્રસ્ટી ગોપાલભાઈ વસ્તાપરા અમરેલી જિલ્લાના લાઠી બાબરામાંથી ભાજપની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.

ગુજરાતમાં રાજકીય દૃષ્ટિએ મંદિર હંમેશાં ચર્ચામાં રહે છે. ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ એલકે અડવાણીએ અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ૧૯૯૦માં પોતાની રથયાત્રાની શરૂઆત સોમનાથ મંદિરથી કરી હતી.

રાજયમાં ૨૦૦૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં મંદિર રાજકારણ એ સમયે બહાર આવ્યું હતું, જયારે સાબરમતી એકસપ્રેસને સળગાવી દેવાઈ હતી, જેમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા હિંદુ શ્રદ્ઘાળુઓનાં મોત નીપજયાં હતાં. ત્યાર બાદ રાજયના અન્ય ભાગોમાં તોફાનો થયાં હતાં

(11:41 am IST)